Not Set/ ૨૦૨૨ : સ્નેહ + સ્મિતની Wish !

કોઈના પ્રેમ, નફરત, ધૃણા, તિરસ્કાર, સ્વીકાર, અસ્વીકાર જેવી દરેક બાબતથી દૂર રહેવાની ય મજા છે. જીવનને સતત હળવાશથી લેતા આવડી જાય તો મજા જ મજા છે, મારા વ્હાલીડા !

Trending
nilesh dholakiya ૨૦૨૨ : સ્નેહ + સ્મિતની Wish !

ઘણી નવી ઉત્સુક્તા લાવ્યુ હશે,
ચાલો, જાણીએ કે એ શું હશે !
હાસ્યનો જંગી ખળભળાટ હશે,
ઉત્સાહ ઉમંગના ઉમળકા હશે.
નફરતની તો બાદબાકી જ હશે,
લાગણીનો સરવાળો પણ હશે.
પાક્કા યારોની ય મહેફીલ હશે,
નવા નમૂનાઓ ખુબ લાવ્યુ હશે.
મીઠુ સગપણ મળી આવ્યુ હશે,
શક્ય છે, સારું સારું લાવ્યુ હશે.
સહુને આ ૨૦૨૨ નું વર્ષ ફળશે,
ફરી કંઈ શીખવવા આવ્યુ હશે !

વીતી ગઈ તે શીખવતી ગઈ. “જે અઘરુ હતું તે પુરું થયુ” તેવી સીધી વિચારશૈલી કેળવવાથી આગામી સમય વધુ સારી રીતે ઉજવી શકીએ.

જીવનને વધારે પડતી ગંભીરતાથી લેતા લોકો બહુ સુખી થઈ શકતા નથી. આ એક રમત જ છે અને એને ખેલાડી તરીકે રમવા કરતાં ય વધારે આનંદદ્રષ્ટા તરીકે જોવાનો છે. શું ફરક પડે કે એથી કે આજે / અત્યાર સુધી કોઈ મને છેતરી ગયું ? શું ફરક પડે કે કોઈ જૂઠું બોલ્યું ? શું ફરક પડે કે કોઈ મારા વિશે શું વિચારે છે ? શું ફરક પડે છે કે હું કોઈને નથી ગમતો ? કોઈને શું ફરક પડે કે મને કોઈ બહુ જ ગમે છે ? કશો જ ફરક નથી પડતો ને ! બધાયને લોચો થોડો જ ભાવે – કોઈને ખમણ પણ ભાવે !

કહેનારે વધુમાં એ ય કહ્યુ છે કે, બધી બાબતોને હળવાશથી લઈએ. આઈસક્રીમની ફ્લૅવર્સ માટે તો આપણે તલવારો નથી કાઢતા. ઠેકઠેકાણે બધું આઈસક્રીમની ફ્લૅવર્સ જેવું જ છે અથવા એનાથી પણ ક્ષુલ્લક હોય.

કોઈના પ્રેમ, નફરત, ધૃણા, તિરસ્કાર, સ્વીકાર, અસ્વીકાર જેવી દરેક બાબતથી દૂર રહેવાની ય મજા છે. જીવનને સતત હળવાશથી લેતા આવડી જાય તો મજા જ મજા છે, મારા વ્હાલીડા !

પોતાના, ખુદના અભિપ્રાયોમાંથી છૂટીને અન્યોને જોવાથી જીવન હળવુંફૂલ લાગે ! દહીં બનાવવાના મેળવણ જેવું પોતાને કરીને જીવવાથી જીંદગીના વર્ષો વધે કે નહીં એ ખબર નથી પણ વર્ષોમાં જીંદગી વધી જ જાય, હો.

get lost કહેવામાં એવી મજા નથી જે મજા let go કરવામાં છે. એ let go પણ સાવ મજા મજાથી કરવાનું. (મારે લખવું સહેલું હોઈ શકે, અમલી બનાવવા થોડી બાંધછોડ કરવાની તત્પરતા કેળવવી આવશ્યક ખરી). બોજ સાથે નહીં, આપણા આનંદ માટે આપણે જ Let go કરી નાખવાનું. જરીક અમથા જીવનમાં શું હાથ-પગ પછાડવાના ? આપીશુ તેવું પામીશુ. કરીશુ તેવું ભોગવીશુ. સર્જનહારે સૌને હીરા જેવા જ ઘડ્યા છે, માત્ર એક શરત, કે જે ઘસાશે એ જ ચમકશે. લાગણીની માંગણી નહીં, વાવણી કરીએ.

Serious થવાય નહીં, પણ Sincere થવામાં કંઈ ખોટું નથી. Seriousness એક જડતા લાવે છે જ્યારે Sincerity જીવનમાં dedication લાવે છે. કોઈના પ્રેમને માણી શકીએ એટલા sincere બનીએ, કોઈની નફરતને અવગણી ન શકીએ એટલા serious ન બનીએ તેવી અને સ્નેહ સ્મિત પામતા ને વ્હેંચતા રહીએ અને સાથોસાથ હાસ્યમેવ જયતે કરતા ને કરાવતા રહીએ તેવી, નવા વર્ષ ૨૦૨૨ માં આપના માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.