બનાસકાંઠા/ થરાદની પ્રાથમિક શાળામાં રિજલ્ટનો ગોટાળો, ધોરણ 8માં અંગ્રેજીમાં 160માંથી 165 ગુણ

થરાદ તાલુકાની પ્રાથમિક શાળામાં રિઝલ્ટનો ગોટાળો સોશયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યો છે. મિયાલ પ્રાથમિક શાળામાં રિઝલ્ટમાં બેદરકારીનો અજબ કિસ્સો સામે આવ્યો છે.

Trending Videos
રિજલ્ટનો ગોટાળો
  • થરાદ: વિદ્યાર્થીનું રિઝલ્ટ થયું વાયરલ
  • મિયાલ પ્રાથમિક શાળામાં રિઝલ્ટમાં ગોટાળો
  • ધોરણ 8માં અંગ્રેજીમાં 160માંથી 165 ગુણ
  • સામાજીક વિજ્ઞાનમાં 160માંથી 174 ગુણ
  • પ્રાથમિક શાળામાં વાર્ષિક મૂલ્યાંકનમાં છબરડાં

ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી શિક્ષણની સ્થિતિને લઈને આરોપ પ્રત્યારોપ ચાલી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદમાં બાળકોનું રિઝલ્ટ વાયરલ થયું છે. થરાદ તાલુકાની પ્રાથમિક શાળામાં રિઝલ્ટનો ગોટાળો સોશયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યો છે. મિયાલ પ્રાથમિક શાળામાં રિજલ્ટનો ગોટાળો થયો હોવાનો અજબ કિસ્સો સામે આવ્યો છે. આઠમા ધોરણના પરિણામમાં અંગ્રેજીમાં વિદ્યાર્થીને 160માંથી 165 અને સમાજિક વિજ્ઞાનમાં 160માંથી 174 ગુણ મળ્યા છે. પ્રાથમિક શાળામાં વાર્ષિક મૂલ્યાંકનમાં છબરડાંને કારણે શિક્ષકોની કામગીરીને લઈને સવાલ ઉઠયા છે. આ રિઝલ્ટ પર આચાર્યના સહી-સિક્કા પણ જોવા મળ્યા છે.

આ ઘટનામાં સામે આવ્યું છે કે મિયાલ પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીનું પરિણામ વર્ગશિક્ષકે તૈયાર કર્યું અને તેમણે ભૂલ કરીએ સમજ્યા પરંતુ જ્યારે આ રીઝલ્ટની કોપી શાળાના આચાર્ય પાસે પણ આવી ત્યારે પણ આવડી મોટી ભૂલ ધ્યાને આવી નહોતી. સામાન્ય રીતે વર્ગશિક્ષક દ્વારા પરિણામ તૈયાર કર્યા બાદ શાળાના આચાર્ય પાસે સહી સિક્કા કરવા માટે આવતું હોય છે. પરંતુ આ કેસમાં તો આચાર્યએ પણ સહી સિક્કા કરી વેલીડ કરી નાખ્યું હતું. જેના કારણે આ મુદ્દો ચગ્યો છે.

આ પણ વાંચો:AAPના સંગઠન મંત્રી પર હુમલો, દિનેશ દેસાઈ, કલ્પેશ દેવાણી સહીતનાઓ પર આરોપ

આ પણ વાંચો: બીજેપીએ શરૂ કર્યું “સરલ”,તેના માધ્યમથી કાર્યકર્તાઓ સાથે સતત રહે છે સંપર્કમાં અને સોંપે છે ટાસ્ક

આ પણ વાંચો: સરદાર વલ્લ્ભભાઈ પટેલનું વ્યક્તિત્વ સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં પણ ઊંચું છે’