RESIGN/ ન્યુઝીલેન્ડના PM જેસિન્ડા આર્ડર્ન રાજીનામું આપશે! આવતા મહિને રાજીનામું આપવાની કરી જાહેરાત

ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને તેમના રાજીનામાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમણે એ પણ  જાહેરાત કરી કે તે હવે ચૂંટણી લડશે નહીં

Top Stories World
  PM Jacinda Ardern to resign

  PM Jacinda Ardern to resign   ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને તેમના રાજીનામાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમણે એ પણ  જાહેરાત કરી કે તે હવે ચૂંટણી લડશે નહીં. તેમણે કહ્યું કે તે ફેબ્રુઆરીની શરૂઆતમાં રાજીનામું આપી દેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વડાપ્રધાન જેસિન્ડા હવે ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી છે આ સાથે તેમણે કહ્યું છે કે આ વર્ષે યોજાનારી ચૂંટણી પર ન્યુઝીલેન્ડના લોકોને અસર કરતા મુદ્દાઓ અને સરકાર પર ધ્યાન આપશે.

ન્યુઝીલેન્ડના વડાપ્રધાન આર્ડર્ને  (  PM Jacinda Ardern to resign )કહ્યું કે તેણી હજુ પણ માને છે કે ન્યુઝીલેન્ડની લેબર પાર્ટી આગામી ચૂંટણી જીતશે. આર્ડર્ને કહ્યું કે આગામી સામાન્ય ચૂંટણી 14 ઓક્ટોબરે યોજાશે અને ત્યાં સુધી તે મતદાર સાંસદ તરીકે ચાલુ રહેશે. તેમણે કહ્યું કે એટલા માટે રાજીનામું નથી આપી રહી કારણ કે મને હારવાનો ડર છે, મને વિશ્વાસ છે કે આગામી ચૂંટણી પણ લેબર પાર્ટી જ જીતશે. વધુમાં તેમણે કહ્યું કે તેઓ  7 ફેબ્રુઆરી પહેલા રાજીનામું આપી દેશે.

ન્યુઝીલેન્ડના પીએમ આર્ડર્ને કહ્યું કે (  PM Jacinda Ardern to resign ) તેમના રાજીનામા પાછળ કોઈ રહસ્ય નથી, આ મામલે હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે હું પણ એક માણસ છું અને અમે અમારાથી બને તેટલું શ્રેષ્ઠ આપીએ છીએ. પરંતુ મારા માટે આ નિર્ણય લેવાનો સમય આવી ગયો છે.આર્ડર્ને કહ્યું કે હું હવે જઈ રહી છું. કારણ કે આવા પદ સાથે ઘણી જવાબદારી આવે છેતમે એ પણ નક્કી કરો કે તમે નેતૃત્વ માટે ક્યારે યોગ્ય છો અને ક્યારે નથી.

ન્યુઝીલેન્ડના પીએમએ કહ્યું કે 2022 ના અંતમાં મેં વિચાર્યું કે મારે પીએમ રહેવાનું શું કારણ છે. આ પછી મેં નક્કી કર્યું કે હવે રાજીનામું આપવું   જોઈએ. તેમણે કહ્યું કે મારા રાજીનામાનું કારણ એ પણ નથી કે મારા માટે સરકાર ચલાવવી મુશ્કેલ છે. તેમણે કહ્યું કે મારી જાહેરાત બાદ સરકારી એજન્સીઓ અને રાજકીય પક્ષોને આયોજન અને તૈયારીમાં મદદ કરવામાં આવશે.

Cold in North India/ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી વચ્ચે અનેક શહેરમાં તાપમાન શૂન્ય,હવામાન વિભાગે કરી આ આગાહી