Cricket/ ન્યૂઝીલેન્ડનો પાકિસ્તાન પ્રવાસ સુરક્ષા કારણોસર રદ્દ કરાયો

પાકિસ્તાન પ્રવાસ પર ન્યૂઝીલેન્ડે 3 વનડે અને 5 ટી 20 ની સીરીઝ રમવાની હતી. ન્યુઝીલેન્ડનો પાકિસ્તાન પ્રવાસ વનડે સીરીઝથી શરૂ થવાનો હતો.

Top Stories Sports
1 280 ન્યૂઝીલેન્ડનો પાકિસ્તાન પ્રવાસ સુરક્ષા કારણોસર રદ્દ કરાયો
  • ન્યૂઝીલેન્ડનો પાકિસ્તાન પ્રવાસ રદ્દ કરાયો
  • સુરક્ષા કારણોસર ન્યૂઝીલેન્ડ સરકારે કર્યો રદ્દ
  • ન્યૂઝીલેન્ડ ક્રિકેટે પણ સરકારના આદેશને માન્યો
  • કિવિ ટીમ પ્રવાસ અધવચ્ચેથી જ રદ્દ કરીને પરત ફરશે
  • હાલ ન્યૂઝીલેન્ડની ટીમ છે પાકિસ્તાનના પ્રવાસે

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાવલપિંડીમાં આજથી શરૂ થતી મર્યાદિત ઓવરોની સીરીઝને “સુરક્ષા કારણોસર” રદ કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ (NZC) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પાકિસ્તાન માટે ન્યૂઝીલેન્ડ સરકારનાં ખતરાનાં સ્તરમાં વધારા” બાદ ટીમ પ્રવાસ ચાલુ રાખશે નહીં.

આ પણ વાંચો – Cricket / ધોની બાદ CSK નાં કેપ્ટન કોણ હશે? રવિન્દ્ર જાડેજાએ આપ્યો એવો જવાબ કે Twitter પર થયો ટ્રોલ

સંકટનાં વાદળોએ ફરી એકવાર પાકિસ્તાન ક્રિકેટને ઘેરી લીધું છે. સુરક્ષાનાં કારણોસર ન્યુઝીલેન્ડનો સમગ્ર પાકિસ્તાન પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન પ્રવાસ પર ન્યૂઝીલેન્ડે 3 વનડે અને 5 ટી 20 ની સીરીઝ રમવાની હતી. ન્યુઝીલેન્ડનો પાકિસ્તાન પ્રવાસ વનડે સીરીઝથી શરૂ થવાનો હતો. સીરીઝની ત્રણ વનડે રાવલપિંડીમાં રમાવાની હતી, જે આજથી શરૂ થઈ રહી હતી. પરંતુ, પ્રથમ મેચમાં ટોસથી 20 મિનિટ પહેલા જે બન્યું, તેણે ન્યુઝીલેન્ડનાં ખેલાડીઓમાં ભય ભરી દીધો. જો સૂત્રોનું માનીએ તો ન્યુઝીલેન્ડનાં ખેલાડીઓએ મેચ રમવા માટે મેદાન પર આવવાનો ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચો – IPL / હીટમેન કહેવાતા રોહિત શર્માએ વર્કઆઉટ વીડિયો શેર કરતા કહ્યુ- કાઉન્ટડાઉન શરૂ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) આ અંગે ટ્વિટ કરીને કહ્યું કે, “આજે ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે અમને જાણ કરી કે તેમને કેટલાક સુરક્ષા એલર્ટ માટે સાવધાન કરવામાં આવ્યુ છે અને તેમણે એકતરફી સીરીઝને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.”  અગાઉ, રાવલપિંડીમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વનડેમાં 20 મિનિટ બાકી હતી ત્યારે ખલેલ આ પ્રકારનાં સમાચાર સામે આવ્યા હતા.

ખેલાડીઓને સ્ટેડિયમ પહોંચવાને બદલે હોટલનાં રૂમમાં રહેવાની સૂચના આપવામાં આવી હતી. વળી, ક્રિકેટ ફેન્સને પણ સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી નહોતી. પરંતુ, આ સમાચાર આવ્યાનાં થોડા જ સમયમાં સમગ્ર પ્રવાસ રદ્દ થયાનાં સમાચાર સામે આવ્યા, જેણે સૌ કોઇને ચોંકાવી દીધા છે. જણાવી દઇએ કે, ન્યુઝીલેન્ડ બાદ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ પણ પાકિસ્તાન પ્રવાસ કરવા આવવાની હતી. પરંતુ, કિવિ ટીમનો પ્રવાસ રદ કરવાનો અને સ્વદેશ પરત ફરવાના નિર્ણય બાદ હવે તેઓ પાકિસ્તાન પ્રવાસ કરતા પહેલા પણ વિચારે તો નવાઇ નહી. નોંધનીય છે કે કરાચીમાં ટીમ હોટલની બહાર બોમ્બ ધડાકા બાદ ન્યુઝીલેન્ડે 2002 માં પાકિસ્તાન પ્રવાસ છોડી દીધો હતો. બ્લેક કેપ્સ ટીમે 2003 માં પાંચ વનડે રમી હતી, જે તેમનો છેલ્લો પાકિસ્તાન પ્રવાસ હતો. હવે ટીમ ફરી એક વખત સુરક્ષાની ગેરંટી પર પાકિસ્તાન પહોંચી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…