ગુજરાત/ અમદાવાદીઓ માટે રાહતનાં સમાચાર, શહેરમાં AMTS-BRTS સેવા ફરી શરૂ કરાશે

દેશમાં અચાનક આવેલી કોરોનાની બીજી લહેરે મોટા પ્રમાણમાં લોકોનાં જીવનને અસર કરી છે. આ બીજી લહેર ઘાતકી હોવાના કારણે સરકારને ઘણા કડક નિર્ણયો લેવા પડ્યા હતા.

Top Stories Ahmedabad Gujarat
Mucormicosis 9 અમદાવાદીઓ માટે રાહતનાં સમાચાર, શહેરમાં AMTS-BRTS સેવા ફરી શરૂ કરાશે
  • અમદાવાદવાસીઓ માટે રાહતના સમાચાર,
  • શહેરમાં AMTS-BRTS સેવા ફરી શરૂ કરાશે,
  • 28 મે થી બસ સેવા ફરી શરૂ કરવામાં આવશે,
  • માસ્ક વગર મુસાફરને બસમાં પ્રવેશ નહીં મળે,
  • 50 ટકા મુસાફરોની કેપેસીટી સાથે બસ શરૂ કરાશે

દેશમાં અચાનક આવેલી કોરોનાની બીજી લહેરે મોટા પ્રમાણમાં લોકોનાં જીવનને અસર કરી છે. આ બીજી લહેર ઘાતકી હોવાના કારણે સરકારને ઘણા કડક નિર્ણયો લેવા પડ્યા હતા. જો ગુજરાતની વાત કરીએ તો અહી આ બીજી લહેરનાં કારણે હજારો લોકોએ પોતાના કુટુંબીજનોને ગુમાવ્યા છે. ત્યારે આવા કપરા સમયે સરકારે બસ સેવાને બંધ કરવા જેવા કડક નિર્ણયો કર્યા હતા. ખાસ કરીને જો અમદાવાદની વાત કરીએ તો અહી રાજ્ય સરકારે AMTS અને BRTS ની સેવા બંધ કરી હતી. જો કે હવે રાજ્યમાં કોરોનાની ગતિમાં ઘટાડો થયો છે, ત્યારે જલ્દી જ અમદાવાદીઓ માટે ફરી આ સેવા શરૂ કરવામાં આવશે.

નિમણુંક / નવા CBI  ડીરેક્ટર કોણ હશે ? વડા પ્રધાનની અધ્યક્ષતામાં ઉચ્ચ-સ્તરની બેઠકમાં ત્રણ નામ શોર્ટલીસ્ટ, જાણો કોણ છે મહાનુભાવો…?

આપને જણાવી દઇએ કે, બીજી લહેરનાં કારણે મોટી સંખ્યામાં લોકોએ હોસ્પિટલમાં જગ્યા, બેડ્સ, ઓક્સિજન માટે દોડવુ પડ્યુ હતુ, છતા ઘણા લોકો એવા છે કે તેમણે આ શોધખોળમાં જ પોતાના સ્વજન ગુમાવ્યા હતા. જો કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે સરકારે આશિંક લોકડાઉનમાં છૂટછાટ આપવાની શરૂઆત કરી છે. જેમા અમદાવાદીઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, 28 મે થી અમદાવાદનાં રસ્તા પર AMTS-BRTS દોડતી થઇ જશે. જો કે આ સેવા શરૂ થાય ત્યારે શહેરીજનોએ એટલે કે AMTS-BRTS ની મુસાફરી કરનારે કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવુ ફરજીયાત રહેશે. આ બસમાં માસ્ક વિના મુસાફરને પ્રવેશ મળશે નહી. આ સાથે બસમાં 50 ટકા મુસાફરોની કેપેસીટી સાથે બસ શરૂ કરવામાં આવશે.

અસરકારક આયુર્વેદ: આયુર્વેદ પ્રેમીએ માત્ર આયુર્વેદિક સારવારથી કોરોનાને આપી મ્હાત

જણાવી દઇએ કે, અમદાવાદમાં AMTS-BRTS ની બસો બંધ થતા શહેરનાં હજારો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં મોટી સંખ્યામાં લોકો આ બસ સેવાનો ઉપયોગ કરે છે. જેમા ખાસ કરીને આ સમયે નોકરીયાત વર્ગને આ સેવ બંધ થવાથી મોટો ફટકો પડ્યો હતો. વળી ઘણા સમય સુધી બસ સેવા બંધ રહેવાથી AMTS ની આવકને પણ મોટો ફટકો પડ્યો છે. વળી જે ડ્રાવરો કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા તેમના માટે આ સમકટનો સમય હતો. જો કે હવે રાજ્યમાં કોરોનાનાં કેસમાં ઘટાડો થવાથી સરકાર આ બસ સેવા પુનઃ શરૂ કરશે. આ  બસ સેવા પુનઃ શરૂ થતા જ લોકો રાહતનો શ્વાસ લેશે.

kalmukho str 20 અમદાવાદીઓ માટે રાહતનાં સમાચાર, શહેરમાં AMTS-BRTS સેવા ફરી શરૂ કરાશે