Not Set/ ઇઝરાયલની સેનામાં સ્થાન મેળવી ગુજરાતની બે દીકરીઓ એ દેશ,ગુજરાત અને મહેર સમાજનું નામ રોશન કર્યું

હવે વિશ્વની નંબર વન ગણાતી આર્મી એવી ઇઝરાયલની આર્મીમાં પણ ગુજરાતની દીકરીઓ પોતાનો ડંકો વગાડી રહી છે. 

Gujarat Trending
allopethi 4 ઇઝરાયલની સેનામાં સ્થાન મેળવી ગુજરાતની બે દીકરીઓ એ દેશ,ગુજરાત અને મહેર સમાજનું નામ રોશન કર્યું

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !

જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત !

ગુર્જર વાણી, ગુર્જર લ્હાણી, ગુર્જર શાણી રીત.

જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.

છે ને, બે જ પંક્તિમાં ગુજરાતીઓનો પરિચય?  એક એક ગુજરાતી એ જ્યાં છે ત્યાં સમગ્ર ગુજરાતનું, ગુજરાતની અસ્મિતાનું પ્રતિનિધિત્વ કરે છે.  ગુજરાતીઓ ગુજરાતમાં જ નહિ પણ વિદેશમાં પણ પોતાના નામનો ડંકો વગાડવામાં માહેર છે. અમેરિકા હોય કે બ્રિટેન દરેક જગ્યાએ સત્તામાં ગુજરાતીઓ અને ભારતીયો આગવું સ્થાન મેળવી પોતાનો ડંકો વગાડી ચુક્યા છે. ત્યારે હવે વિશ્વની નંબર વન ગણાતી આર્મી એવી ઇઝરાયલની આર્મીમાં પણ ગુજરાતની દીકરીઓ પોતાનો ડંકો વગાડી રહી છે.

ત્યારે વિશ્વની શક્તિશાળી ગણાતી ઇઝરાયલની સેનામાં સ્થાન મેળવી ગુજરાત ની બે દીકરીઓ એ દેશ,ગુજરાત અને મહેર સમાજ નું નામ રોશન કર્યું છે. વિગતો મુજબ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના નાના એવા કોઠડી ગામના મૂળ વતની મહેર પરિવાર ઈઝરાયેલ માં કરિયાણાના સ્ટોરનો વ્યવસાય કરે છે.

કોઠડી ગામના વતની જીવાભાઈ મુળિયાસિયા અને તેમના ભાઈ સવદાસભાઇ મુળિયાસિયા બંને ઇઝરાયલના તેલઅવીવમાં સ્થાયી થયેલા છે. તેમની પુત્રીઓ નિશા અને રિયા અત્યારે ઇઝરાયલની આર્મીમાં ફરજ નિભાવે છે. જેમાં નિશા મુળિયાસિયા ઇઝરાયલી સેનામાં સ્થાન મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા પણ છે. નિશા અત્યારે ઇઝરાયલ આર્મીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ સાઈબર સિક્યુરિટી વિભાગમાં ફરજ બજાવે છે, સાથે જ તે ફ્રન્ટલાઈન યુનિટ હેડ તરીકે પણ કાર્યરત છે.

જ્યારે રિયા મુળિયાસિયાએ પણ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યા બાદ સૈન્યમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. હાલ તે ઇઝરાયલની આર્મી પ્રી-સર્વિસમાં છે. જે કમાન્ડોની સમકક્ષ ટ્રેનિંગ છે. 3 માસની ટ્રેનિંગ બાદ જુદી જુદી પરીક્ષાઓ પાસ કર્યા પછી તેને આર્મીમાં પોસ્ટિંગ મળશે. આમ વિદેશ માં પણ ભારતીયો નું મહત્વ નું યોગદાન રહ્યું છે.