Ambalal Forcecast/ ગુજરાત પર આગામી 36 કલાક ભારેઃ અંબાલાલ

હવામાન નિષ્ણાત અંબાલાલે રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે આગામી 36 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે.

Top Stories Gujarat
Rain Season 1 ગુજરાત પર આગામી 36 કલાક ભારેઃ અંબાલાલ

હવામાન નિષ્ણાત અંબાલાલે રાજ્યમાં વરસાદનો Ambalal Forecast બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે આગામી 36 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે હવે આગામી દિવસો અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, આગામી 36 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. જેમાં રાજ્યનો મોટાભાગનો વિસ્તાર આવી જશે.

આ વચ્ચે ઉત્તર ગુજરાતમાં ફરી એકવખત ભારેથી Ambalal Forecast અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યું છે કે  ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે, તેમા પણ બનાસકાંઠામાં હજુ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે મહેસાણા, મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. તેમજ અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરતાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે. આ સાથે જ નર્મદા અને તાપી નદી બે કાંઠે વહી શકે તેવી સંભાવના રહેલી છે.

આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા Ambalal Forecast ભારે વરસાદી સિસ્ટમથી અત્યંત ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. તેમજ જુલાઈ મહિનામાં 20 જુલાઈ બાદ ફરી મેઘ તાંડવ જોવા મળી શકે છે. આજે સાંજ સુધીમાં ઉત્તર, મધ્ય ગુજરાત ભારે વરસાદની શક્યતા છે. 15 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ એક ડિપ્રેશન સક્રિય થશે. 18થી 20 જુલાઈએ સમગ્ર દેશમાં વરસાદ વરસી શકે છે.

 

આ પણ વાંચોઃ Delhi/ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીના મેકેનિકને કહ્યું કે મારા લગ્ન……જુઓ વીડિયો

આ પણ વાંચોઃ Cricket/ પાકિસ્તાનના બે ક્રિકેટરોએ ODI વર્લ્ડ કપ પહેલા નિવૃત્તિની કરી જાહેરાત

આ પણ વાંચોઃ Surat/ DRIએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 48.30 કિલો ગોલ્ડ કર્યું જપ્ત,અનોખી તરકીબ અપનાવીને ગોલ્ડ લાવી રહ્યા હતા,3ની અટકાયત

આ પણ વાંચોઃ Political/ વિપક્ષની બેઠકમાં નીતિશ કુમારને સોંપાશે આ મોટી જવાબદારી, જાણો વિગત

આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ તે જાણો