Not Set/ કર્ણાવતી કલબના પ્રમુખ તરીકે એન.જી.પટેલની વરણી, હોદેદારો બિનહરિફ થયા

કર્ણાવતી કલબની બોર્ડ ઓફ ડિરેકટરની બેઠક યોજાઇ હતી આમાં કર્ણાવતી કલબના પ્રમુખ પદે એન.જી. પટેલની વરણી કરવામાં આવી છે

Gujarat
KARNAVATI CLUB કર્ણાવતી કલબના પ્રમુખ તરીકે એન.જી.પટેલની વરણી, હોદેદારો બિનહરિફ થયા

અમદાવાદ કર્ણાવતી કલબની ચૂંટણીમાં ઉમેદવારો બિનહરીફ  થયા હતા, કલબની ચૂંટણી યોજાઇ ન હતી અને ઉમેદવારો બિનહરિફ જીત્યા હતા,બિનહરિફ થયા બાદ બોર્ડ ઓફ ડિરેકટરની બેઠક યોજાઇ હતી

કર્ણાવતી કલબની બોર્ડ ઓફ ડિરેકટરની બેઠક યોજાઇ હતી આમાં કર્ણાવતી કલબના પ્રમુખ પદે એન.જી. પટેલની વરણી કરવામાં આવી છે જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ પદ પર જયેશ મોદી, નિમેષ પટેલ ,સતીષ શાહ ની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત કલબના તમામ હોદેદારોની વરણી કરવામાં આવી છે. તમામ હોદેદારોને રીપિટ કરવામાં આવ્યા છે.

કર્ણાવતી કલબના સેક્રેટરી તરીકે કેતન પટેલને રીપિટ કરવામાં આવ્યા છે. આ કલબમાં ચૂંટણી વગર તમામ હોદેદારો બિનહરિફ કરવામાં આવ્યા હતા ,આ ઉપરાંત આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી .આવનાર દિવસોમાં કેવા સુદારા કરવા અને મેઇન્ટેનશ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.