NIA raids/ NIAએ ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુની સંપત્તિ જપ્ત કરી

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ખાલિસ્તાની આતંકી અને શીખ ફોર જસ્ટિસ (SFJ)ના વડા ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.

Top Stories India
Mantavyanews 84 NIAએ ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુની સંપત્તિ જપ્ત કરી

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ખાલિસ્તાની આતંકી અને શીખ ફોર જસ્ટિસ (SFJ)ના વડા ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ ચંદીગઢના સેક્ટર 15માં પન્નુના આવાસ પર દરોડા પાડ્યા છે.

સાથે જ તેના ઘરને સીલ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત એજન્સીએ પન્નુના ઘરની દિવાલની બહાર મિલકત જપ્ત કરવાની નોટિસ પણ ચોંટાડી છે. ગુરપતવંત સિંહ પન્નુ ઘણી મિલકતોના માલિક છે. તેમની પાસે અમૃતસરમાં પણ જમીન છે. આ શ્રેણીમાં, તપાસ એજન્સીએ પન્નુની ખાનકોટ, અમૃતસર ખાતે આવેલી 46 કનાલ ખેતીની જમીન પર પણ દરોડા પાડીને તે જમીન જપ્ત કરી છે.

કેનેડામાં વધી રહેલી ખાલિસ્તાની ગતિવિધિઓ પાછળ ગુરપતવંત સિંહ પન્નુનો હાથ છે. આ એ જ પન્નુ છે જે ઘણીવાર સોશિયલ મીડિયા પર ભારત વિરોધી વાતો કરે છે. કેનેડા કેસમાં ભારતમાં પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા અને ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત પન્નુએ ભારતીય મૂળના હિંદુઓને ધમકી આપતો વીડિયો જાહેર કર્યો હતો. આ સાથે તેને દેશ છોડવા માટે પણ કહેવામાં આવ્યું હતું. ત્યારપછી ભારત સરકારે પન્નુ સામે કાર્યવાહી કરી છે.

NIA મોહાલી કોર્ટના આદેશ પર ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરના ઘરે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જાલંધર જિલ્લાના ભરસિંહપુરા ગામમાં ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરના ઘરની બહાર સંપત્તિ જપ્ત કરવાની નોટિસ ચોંટાડવામાં આવી છે.

આ પણ વાંચો: Canada/ ભારત પર આરોપ લગાવી ચારેબાજુથી ઘેરાયા કેનેડાના પીએમ ટ્રુડો

આ પણ વાંચો: Sanatan Dharma/ સનાતન ધર્મ વિવાદ, વધુ એક નેતાએ ઉદયનિધિ સ્ટાલિનનો બચાવ કર્યો

આ પણ વાંચો: સારા સમાચાર/ નર્મદા નદીના પૂરથી પાકને થયેલા નુકસાન મામલે સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર, જાણો કોને મળશે લાભ