Not Set/ SVP હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ નિખિલ સવાણીએ કહ્યું, ફરિયાદ દાખલ નહીં કરે તો કોર્ટના શરણે જઈશું

મંગળવારે NSUI અને ABVPના કાર્યકરો દ્વારા અમદાવાદના પાલડી ખાતે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં NSUI અગ્રણી નિખિલ સવાણી ઘાયલ થયા હતા. અને તેમને સારવાર માટે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે નીખીલ સવાણીને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નિખિલ સવાણી ડીસ્ચાર્જ થઈને  કોંગ્રેસ કાર્યાલય પહોચ્યાં હતા. અને ત્યાં પત્રકાર પરિષદ કરીને પોતા સાથે બનેલી […]

Ahmedabad Gujarat
lrd 2 SVP હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ નિખિલ સવાણીએ કહ્યું, ફરિયાદ દાખલ નહીં કરે તો કોર્ટના શરણે જઈશું

મંગળવારે NSUI અને ABVPના કાર્યકરો દ્વારા અમદાવાદના પાલડી ખાતે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં NSUI અગ્રણી નિખિલ સવાણી ઘાયલ થયા હતા. અને તેમને સારવાર માટે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આજે નીખીલ સવાણીને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નિખિલ સવાણી ડીસ્ચાર્જ થઈને  કોંગ્રેસ કાર્યાલય પહોચ્યાં હતા. અને ત્યાં પત્રકાર પરિષદ કરીને પોતા સાથે બનેલી ઘટના મીડિયા સમક્ષ  રજુ કરી હતી. જેમાં તેમને પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે.

નિખિલ સવાણીએ આરોપ મૂક્યો કે પોલીસ દ્વારા ફરિયાદ કરી રહી નથી. પોલીસને ઋત્વિજ પટેલ, પ્રદીપસિંહ વાઘેલાના નામ ફરિયાદમાં ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું છે. નામ દાખલ ન કરો બાકી આર્થિક કોઈ મદદ જોઈશે તો મદદ કરવાની ઓફર કરી છે.

નિખિલ સવાણીએ જણાવ્યું કે અમે રમેશ કોર્પોરેશન બિલ્ડીંગ પાસે ઊભા રહીને સુત્રોચ્ચાર કરતા હતા. ત્યારે ABVPના લોકો દ્વારા પહેલા પથ્થર મારવામાં  આવ્યો અને ત્યાર બાર હુમલો કરવામાં આવ્યો હતો. પ્રદીપસિંહ વાઘેલાએ ‘તું જ નિખિલ સવાણી’ એમને નામ પૂછીને માર માર્યો છે. તેમ છતાં પણ પોલીસ પ્રદીપસિંહ વાઘેલાનું નામ ફરિયાદમાં દાખલ ન કરવા માટે દબાણ કરી રહી છે.’

વધુમાં નીખીલ સવાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હોવા છતાંય પોલીસ તપાસ હાથ નથી ધરી રહી. ઘટના બની ત્યારે પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યાં હાજર હતા. તેમ છતાં પણ પોલીસે કાઈ એક્શન લીધું નથી. પોલીસ ફરિયાદ દાખલ નહિ કરે તો અમે કોર્ટના શરણે જઈશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.