સુરક્ષિત/ જેસરના બીલા ગામે નીલગાય ખાબકી ખાડામાં : ફોરેસ્ટ સ્ટાફે બચાવી

જેસર તાલુકાના બીલા ગામે બાબુભાઈ ઘોહા ભાઈની વાડીમાં આવેલ કુવામાં એક નીલગાય ખાબકી જતા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી.

Top Stories Gujarat Others
બીલા

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામે વાડી વિસ્તારમાં આવેલ કૂવામાં નીલગાય પડી જતા ફોરેસ્ટ સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. નીલગાયને કુવામાંથી બહાર કાઢવા માટે ફોરેસ્ટ સ્ટાફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. નીલ ગાયને બહાર કાઢવા માટે ફોરેસ્ટ વિભાગના જે.પી જોગરાણા, સંજયભાઈ બારૈયા, કેતનભાઇ જાની, મયુર સિંહ, મુકેશ સિંહ, ઇડીયા ગામના સરપંચ સહિતના રેસ્ક્યુમાં જોડાયા હતા અને નીલગાયને સુરક્ષિત રીતે બહાર કાઢીને મુક્ત વાતાવરણમાં છોડી હતી.

મળતી વિગત અનુસાર જેસર તાલુકામાં બીલા ગામે વાડી વિસ્તારમાં આવેલ કૂવામાં નીલગાય પડી જતા ફોરેસ્ટ સ્ટાફ દ્દવારા ઘટનાસ્થળે પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામે બાબુભાઈ ઘોહા ભાઈની વાડીમાં આવેલ કુવામાં એક નીલગાય ખાબકી જતા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે ફોરેસ્ટ સ્ટાફને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને નીલગાયના રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી . ત્યારે આ નીલ ગાયને બહાર કાઢવા માટે ફોરેસ્ટ વિભાગ જે પી જોગરાણા, સંજયભાઈ બારૈયા, કેતનભાઇ જાની, મયુર સિંહ,મુકેશ સિંહ, ઇડીયા ગામના સરપંચ સહિતના રેસ્ક્યુ માં જોડાયા હતા . જેમાં નીલગાય કુવામાં ખાબકી જતા ફોરેસ્ટ વિભાગ દ્વારા નીલગાયને કૂવામાંથી બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અને નીલગાયને કૂવામાંથી બહાર કાઢીને રાણી ગાળ રેસ્કયુ સેન્ટર પર ખસેડવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રીબડીયા ગૃહમાં નીલ ગાય મુદ્દે ચીમકી ઉચ્ચારી હતી. તેમણે ગૃહમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરના રોજડા ગીરમાં મુકવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.વિધાનસભા ગૃહમાં કૃષિ વિભાગની માંગણી પર બોલતાં હર્ષદ રિબડીયાએ જણાવ્યું કે મારી જાણકારીમા આવ્યું છે કે ગાંધીનગર ના રોજડાઓને ગાંધીનગર થી ખસેડીને ગીરમાં મુકવામાં આવનાર છે હું ગૃહમાં ચેલેન્જ કરું છું કે ગાંધીનગરનું એક પણ રોજડુ ગીરમાં આવશે તો નહીં મુકવા દેવામાં આવે.જો મુકશો તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. નોંધનીય છે કે, ગાંધી નગર વિસ્તારમાં નીલગાયની સંખ્યા બહુજ વધી ગઈ છે. અને અવારનવાર જાહેર માર્ગ ઉપર દોડતી નીલગાય લોકોને અડફેટે લે છે અકસ્માતની ઘટનાઓ સર્જાય છે.

આ પણ વાંચો : રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે ગ્રીષ્માના પરિવારની મુલાકાત લેશે