વિસ્ફોટ/ રશિયાના ટિમોવસ્કોયેમાં પાંચ માળની રહેણાંક ઇમારતમાં બ્લાસ્ટ થતા 9 લોકોના મોત

શનિવારે રશિયાના સુદૂર પૂર્વીય સખાલિન ટાપુ પર ટિમોવસ્કોયેમાં એક પાંચ માળની રહેણાંક ઇમારતને એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. રશિયન સમાચાર એજન્સી TASS એ આ વિશે માહિતી આપી છે.

Top Stories World
6 2 6 રશિયાના ટિમોવસ્કોયેમાં પાંચ માળની રહેણાંક ઇમારતમાં બ્લાસ્ટ થતા 9 લોકોના મોત

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા નવ મહિનાથી ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. બંને એકબીજા પર સતત બોમ્બમારો કરી રહ્યા છે, શનિવારે રશિયાના સુદૂર પૂર્વીય સખાલિન ટાપુ પર ટિમોવસ્કોયેમાં એક પાંચ માળની રહેણાંક ઇમારતને એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. રશિયન સમાચાર એજન્સી TASS એ આ વિશે માહિતી આપી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ગેસ સિલિન્ડર ફાટવાના કારણે વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે.

મળતી માહિતી મુજબ, શનિવારે રશિયાના સુદૂર પૂર્વીય સખાલિન ટાપુ પર ટિમોવસ્કોયની વસાહતમાં સ્થિત પાંચ માળની રહેણાંક ઇમારતમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થયો હતો. રશિયન સમાચાર એજન્સી TASS એ સ્થાનિક અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા નવ લોકોમાં ચાર બાળકો પણ સામેલ છે.

સાખાલિનના પ્રાદેશિક ગવર્નર, વેલેરી લિમારેન્કોએ શનિવારે તેમની ટેલિગ્રામ ચેનલ દ્વારા માહિતી આપી હતી કે મૃત્યુઆંક વધીને નવ થઈ ગયો છે. તેમાંથી ચાર બાળકો પણ છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે અંધારું હોવા છતાં, બચાવ કામગીરી રાત્રે પણ ચાલુ રહેશે. ઈમરજન્સી સેવાઓનું કહેવું છે કે હજુ પણ ઘણા લોકો એપાર્ટમેન્ટ બિલ્ડિંગના કાટમાળ નીચે ફસાયેલા છે. કાટમાળ હટાવીને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

અકસ્માતનો ભોગ બનેલી 80-એપાર્ટમેન્ટની પાંચ માળની ઇમારત 1980ના દાયકામાં બનાવવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઈમારતો ગેસ સપ્લાય માટે કેન્દ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી ન હતી. વર્ષ 2016 માં નોંધપાત્ર નવીનીકરણ કરવામાં આવ્યું હતું.