Not Set/ નવ વર્ષ બાદ માતા પિતાને સંતાન સુખ મળી રહ્યું હતું , પરંતુ કોરોનાએ….

કર્ણાટકના માંડ્યામાં લગ્ન બાદ દંપતીને કોઈ સંતાન ન હોવાથી પથ્થર એટલા દેવ પૂંજયા હતા. આખરે આ દંપતીના ઘરે નવ નવ વર્ષ બાદ કિલકારીઓ ગુંજીવાની હોવાથી પરિવારમાં ખુશી જોવા મળતી હતી. પરંતુ જાણે કુદરતને આ દંપતિની ખુશી મંજૂર ન હોય તેમ ઘરે પારણું બંધાય તેના થોડાક દિવસ પૂર્વે જ પરિવારમાં કોરોના માતમ લઈને આવ્યો હતો. બાળકીના […]

India
child નવ વર્ષ બાદ માતા પિતાને સંતાન સુખ મળી રહ્યું હતું , પરંતુ કોરોનાએ....

કર્ણાટકના માંડ્યામાં લગ્ન બાદ દંપતીને કોઈ સંતાન ન હોવાથી પથ્થર એટલા દેવ પૂંજયા હતા. આખરે આ દંપતીના ઘરે નવ નવ વર્ષ બાદ કિલકારીઓ ગુંજીવાની હોવાથી પરિવારમાં ખુશી જોવા મળતી હતી. પરંતુ જાણે કુદરતને આ દંપતિની ખુશી મંજૂર ન હોય તેમ ઘરે પારણું બંધાય તેના થોડાક દિવસ પૂર્વે જ પરિવારમાં કોરોના માતમ લઈને આવ્યો હતો. બાળકીના જન્મ પહેલાં તેના પિતા અને બાળકીના જન્મના ચાર દિવસ બાદ માતાને કોરોના ભરખી ગયો હતો. આ પરિવારમાં નવ વર્ષ બાદપારણું તો બંધાયું પરંતુ પરણાને ઝુલાવનાર માતા – પિતા જ આ દુનિયા છોડી ગયા.

પ્રાપ્ત માહિતી અનુસાર ૪૫ વર્ષીય નંજુંડે ગોડાનું ૩૦ એપ્રિલે બેંગ્લોરમાં કોવિડની સારવાર વખતે મોત થઈ ગયું. ૩૧ વર્ષીય મમતાનું પણ બાળકીને જન્મ આપ્યાના ચાર દિવસ બાદ સંક્રમણથી મોત થઈ ગયું. મમતાને કોરોના પોઝિટીવ આવ્યા બાદ સારવાર અને પ્રસવ માટે માંડ્યા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી. તેણે ૧૧ મેના રોજ બાળકીને જન્મ આપ્યો પરંતુ શુક્રવારે બિમારીના કારણે તેણે દમ તોડી દીધો. સ્થાનિક રહેવાસી સદાશિવે કહ્યું, મમતાનું મૃત શરીર ડોડ્ડેનહલ્લી લઈ જવામાં આવ્યું અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મમતાના પરિવારે જણાવ્યું કે બન્નેના લગ્ન ૯ વર્ષ પહેલા થયા હતા. લગ્ન બાદ બન્નેના ઘરે બાળક ન હતું. તમામ દવા અને દુવાઓ બાદ મમતા ગર્ભવતી બની તો બન્ને ખૂબ ખુશ હતા. આમ લગ્નના નવ વર્ષ બાદ અને મમતાના ઘરે કિલકારીઓ ગુંજીવાની હતી. ૧૧ મેના રોજ દંપતીના ઘરમાં બાળકીએ જન્મ લીધો. પરિવાર ખુશ હતો પરંતુ તેમની ખુશી વધારે સમય સુધી ન રહી, બાળકી આ દુનિયામાં હજુ આવે તે પહેલાં તેના પિતા અને તેના જન્મ બાદ માતાનું કોરોનાથી મોત થયું હતું.