Not Set/ PNB Scam: ED એ જપ્ત કરી નીરવ મોદીની 147 કરોડ રૂપિયાની સંપતિ, મુંબઈ અને સુરતમાં EDની કાર્યવાહી

મુંબઈ, નીરવ મોદીની 147.72 કરોડ રૂપિયાની સંપત્તિ પ્રવર્તન નિર્દેશાલય (ED) એ મિલકત જપ્ત કરી છે.. મુંબઈ અને સુરતમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. બંને શહેરોમાં જે પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી છે. તેમાં 8 કાર, એક પ્લાન્ટ, મશીનરી, જવેલરી, પેટિંગ અને અચળ મિલકતનો સમાવેશ થાય છે. જપ્ત કરેલ મિલકતમાં મિલકત ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ પ્રાઈવેટની પણ શામેલ છે. […]

Business
27 02 2019 nirav modi PNB Scam: ED એ જપ્ત કરી નીરવ મોદીની 147 કરોડ રૂપિયાની સંપતિ, મુંબઈ અને સુરતમાં EDની કાર્યવાહી

મુંબઈ,

નીરવ મોદીની 147.72 કરોડ રૂપિયાની સંપત્તિ પ્રવર્તન નિર્દેશાલય (ED) એ મિલકત જપ્ત કરી છે.. મુંબઈ અને સુરતમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. બંને શહેરોમાં જે પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી છે. તેમાં 8 કાર, એક પ્લાન્ટ, મશીનરી, જવેલરી, પેટિંગ અને અચળ મિલકતનો સમાવેશ થાય છે. જપ્ત કરેલ મિલકતમાં મિલકત ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ પ્રાઈવેટની પણ શામેલ છે.

EDએ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કરી છે.

પાછલા વર્ષે આવકવેરા વિભાગ ધ્વારા આ જ બાબતમાં મોદીની ઘણી સંપત્તિઓને જપ્ત કરવામાં આવી છે, જેમાં પેટિંગ અને અન્ય કલાકૃતિઓ  સામેલ છે.

પ્રવર્તન નિર્દેશાલય દેશ-વિદેશમાં સતત નિરવની મિલકત જપ્ત કરવાનું કાર્ય કરી રહી  છે. ઑક્ટોબરમાં હોંગકોંગ માં 255 ની મિલકત એટેચ કરવામાં આવી હતી. આ પહેલા નીરવ અને પરિજનોની 637 કરોડની મિલકત એટેચ થઈ હતી.

નિરવ મોદી અને તેના મામા મહેુલ ચૉકસી પી.એન.બી.ના કૌભાંડો મુખ્ય આરોપી છે. આશરે 14,000 કરોડ રૂપિયાના કૌભાંડમાં આવ્યા પછી બંને દેશો છોડીને ભાગી ગયા છે. સરકારના પ્રયાસોએ તેમને દેશ પાછો લાવવાનો છે. નીરવ મોદી જ્યારે લંડન માં છે, ત્યારે મેહુસ ચૉકસી એન્ટિગુઆ અને બાર્બડાના નાગરિકતા લઇ ચુક્યો  છે.