Ahmedabad/ નીરવ રાયચુરા મહેફિલ કેસ, મની લોન્ડરીંગ એકટ હેઠળ ગુનો નોંધાશે

આ કેસમાં હવે ઇડી અને IT વિભાગ એ પણ તપાસ હાથ ધરી છે.  નજીકના સમયમા મની લોન્ડરીંગ એકટ હેઠળ ગુનો નોંધાશે. નીરવ રાયચુરાનું ગોવા કેશીનોનો હોવાનું સામે આવ્યું છે. કેશીનોમાં કોણ ભાગીદાર છે એ અંગે તપાસ શરૂ  કરવામાં આવી છે. 

Ahmedabad Gujarat
jamnagar 5 નીરવ રાયચુરા મહેફિલ કેસ, મની લોન્ડરીંગ એકટ હેઠળ ગુનો નોંધાશે

અમદાવાદમાં કોલ સેન્ટર કીંગ ગણાતા નીરવ રાયચુરા સામે પોલીસ તપાસનો ગાળિયો કસતો જાય છે. આરોપી નીરવ-સંતોષને અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોંપાયા છે. નીરવના તમામ ફોન પોલીસે જપ્ત કરી લીધા છે. તેના ફોનની તલાસી લેતા તેમાથી ઘણા એવા કોલ સેન્ટરના ડેટા અને અન્ય વિગતો અમલી આવી છે. જેથી પોલીસ તપાસ સાથે અન્ય બે એજન્સી પણ જોડાઈ છે.

Jamnagar / ભુમાફિયા જયેશ પટેલના સાગરીત એવા નિલેશ ટોલીયા & કમ્પનીને…

નીરવ રાયચુરાના મોબાઈલને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી. નીરવ રાયચુરાનો મોબાઈલ FSLમા મોકલાયો હતો. તેના મોબાઈલમાંથી 25 બોગસ કોલસેન્ટરની લીડ મળી  આવી છે. નીરવ અમરેકીન નાગરિકનો ડેટા ટેકનલિકલ માધ્યમથી ચોરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. નીરવ રાયચુરા અને સંતોષ સોંડા ભાગીદારી કરતા  અને જમીનમા રોકાણ કરી ભાગીદારી કરતા હતા. 

RIP / કેશુભાઇ પટેલનો પાર્થિવ દેહ પહોંચ્યો તેમના નિવાસસ્થાને…

આ કેસમાં હવે ઇડી અને IT વિભાગ એ પણ તપાસ હાથ ધરી છે.  નજીકના સમયમા મની લોન્ડરીંગ એકટ હેઠળ ગુનો નોંધાશે. નીરવ રાયચુરાનું ગોવા કેશીનોનો હોવાનું સામે આવ્યું છે. કેશીનોમાં કોણ ભાગીદાર છે એ અંગે તપાસ શરૂ  કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં વર્ષો અગાઉ બોગસ કોલ સેન્ટર  શરૂ કરનાર નિરવ રાયચુરા સહિત ત્રણ જણાને પોલીસે દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા. ડીસીપી પ્રેમસુખ ડેલુ ને મળેલી બાતમીના આધારે આનંદનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.આર.ચૌહાણે પ્રહલાદનગર કોર્પોરેટ રોડ પર સફલ પ્રોફીટેરમાં આવેલી ઓફિસમાં સોમવારે મોડીરાતે દરોડો પાડ્યો હતો. જે સમયે દારૂની મહેફીલ માણતા નિરવ રાયચુરા, સંતોષ સોંડા ભરવાડ અને રાહુલ પુરબીયા મળી આવ્યા હતા. પોલીસે દારૂની બોટલ ઉપરાંત બે વાઈનની બોટલ IP એડ્રેસ તેમજ શંકાસ્પદ હિસાબો લખેલી ડાયરી, 5 મોબાઈલ ફોન, ચપ્પુ, છરો તેમજ દારૂની ખાલી 11 બોટલો કબ્જે લીધી છે.

World: ફ્રાંસ અને તુર્કીની લડાઇમાં ઘૂસ્યું પાકિસ્તાન,  સંસદમાં લીધા…