Fashion/ બજેટ રજૂ કરવા પહોંચેલા નિર્મલા સીતારામને પહેરી બંગાળની લાલ પાડ સાડી, જાણો તેની વિશેષતા

બંગાળની લાલ પાડ સાડી એક ખાસ સાડી છે જે ધાર્મિક કાર્યક્રમો અને પવિત્ર પ્રસંગો પર પહેરવામાં આવે છે. આ ઉપરાંત ઝારખંડમાં પણ આ સાડીનું વિશેષ મહત્વ છે. આ સાડી દુર્ગાપૂજા, પૂજા-વિધિ, સિંદૂર ઘેલા જેવા પ્રસંગોમાં પહેરવામાં આવે છે.

Fashion & Beauty Lifestyle
a 7 બજેટ રજૂ કરવા પહોંચેલા નિર્મલા સીતારામને પહેરી બંગાળની લાલ પાડ સાડી, જાણો તેની વિશેષતા

2021 નું વાર્ષિક બજેટ રજૂ કરવા સંસદમાં પહોંચેલા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને પોતાનો હેન્ડલુમ પ્રેમ દર્શવતા લાલ પાડ સાડી પહેરી છે, જે સૌની નજરમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. નિર્મલા સીતામરણે આ સમયગાળા દરમિયાન બંગાળની પ્રખ્યાત લાલ પાડ સાડી ફેરી હતી. હેન્ડલુમની આ સફેદ સાડી જેની લાલ પ્રિન્ટેડ બોર્ડર છે અને બોર્ડર પર પીળી અને સફેદ ફૂલો બનેલા છે. આ સુંદર સાડીની લીલા રંગની કિનારીઓ સાડીને ગૌરવ આપી રહી હતી. આપને જણાવીએ કે, બંગાળમાં લાલ પાડી સાડી કેમ પહેરવામાં આવે છે અને પવિત્ર ધાર્મિક વિધિઓમાં તેનું શું મહત્વ છે.

बजट पेश करने आई निर्मला सीतारमन ने पहनी बंगाल की लाल पाड़ साड़ी, जानिए इस साड़ी की खासियत

એવું કહેવામાં આવે છે કે બંગાળની લાલ પાડ સાડી એક ખાસ સાડી છે જે ધાર્મિક કાર્યક્રમો અને પવિત્ર પ્રસંગો પર પહેરવામાં આવે છે. આ ઉપરાંત ઝારખંડમાં પણ આ સાડીનું વિશેષ મહત્વ છે. આ સાડી દુર્ગાપૂજા, પૂજા-વિધિ, સિંદૂર ઘેલા જેવા પ્રસંગોમાં પહેરવામાં આવે છે. સામાન્ય રીતે આ સાડી સફેદ અથવા ઓફ વ્હાઈટ રંગની હોય છે, જેમાં મોટી લાલ બોર્ડર તેને અલગ સુંદરતા આપે છે. કેટલીકવાર,  પ્રિન્ટેડ બોર્ડર તેને નવો લૂક આપે છે.

Instagram will load in the frontend.

દુર્ગાપૂજા દરમિયાન ઢાકની તાલ પર બંગાળી મહિલાઓ ડાન્સ કરે છે ત્યારે આ સાડીની છાયા જોવા જેવી હોય છે. આવી સ્થિતિમાં નિર્મલા સીતામરને બજેટ જેવા વિશેષ પ્રસંગે પણ તેને પહેરી હતી જેથી તે આ આર્થિક વિધિ સંપૂર્ણ નિષ્ઠાથી પૂર્ણ કરી શકે.

 આપને જણાવી દઇએ કે થોડા સમય પહેલા બંગાળના સાંસદ નુસરત જહાં પણ લગ્ન બાદ લાલ પાડની સાડીમાં દુર્ગાપૂજા કરી હતી, જેના ફોટાની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો