India House Olympic Movement/  નીતા અંબાણી “ઈન્ડિયા હાઉસ ઓલિમ્પિક મૂવમેન્ટમાં ભારતની હરણફાળને પ્રતિબિંબિત કરશે”

આગામી મહિને પેરિસ 2024 ઓલિમ્પિક્સમાં અનેક ઘટનાઓ પહેલી વખત બનશે, પરંતુ ભારત માટે જે સૌથી વધુ મહત્વ ધરાવે છે તે પહેલ છે ઓલિમ્પિક ગેમ્સ ખાતે તેનું સૌપ્રથમ કન્ટ્રી હાઉસ એટલે ઈન્ડિયા હાઉસ.

Trending Sports
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 26T174503.013  નીતા અંબાણી “ઈન્ડિયા હાઉસ ઓલિમ્પિક મૂવમેન્ટમાં ભારતની હરણફાળને પ્રતિબિંબિત કરશે”

આગામી મહિને પેરિસ 2024 ઓલિમ્પિક્સમાં અનેક ઘટનાઓ પહેલી વખત બનશે, પરંતુ ભારત માટે જે સૌથી વધુ મહત્વ ધરાવે છે તે પહેલ છે ઓલિમ્પિક ગેમ્સ ખાતે તેનું સૌપ્રથમ કન્ટ્રી હાઉસ એટલે ઈન્ડિયા હાઉસ. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) સાથેની ભાગીદારીના ભાગરૂપે પરિકલ્પનાકૃત કરાયેલું ઈન્ડિયા હાઉસ આપણા દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક અને રમતગમતના વારસાની ઉજવણી સમાન રહેશે. તે ભારતના ભવ્ય ભૂતકાળ, વૈવિધ્યપૂર્ણ વર્તમાન અને રોમાંચકારી ભવિષ્યની સાથે ટેક્નોલોજી અને ડિજિટલાઇઝેશન ક્ષેત્રની પ્રગતિની ઝાંખી કરાવશે. વિશ્વભરના રમતવીરો, મહાનુભાવો અને રમતપ્રેમીઓ માટે પોતાના દ્વાર ખોલવા ઈન્ડિયા હાઉસ સજ્જ થઈ રહ્યું છે, ત્યારે તે એકતા, વિવિધતા અને શ્રેષ્ઠતાની ભાવનાને મૂર્તિમંત કરશે, જે ભારતીય સંસ્કારોને વ્યાખ્યાયિત કરે છે.

ઈન્ડિયા હાઉસના મહત્વ વિશે ઉલ્લેખ કરતા આઈઓસીના સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર તથા ચેરપર્સન નીતા એમ.અંબાણીએ જણાવ્યું હતું કે, “પેરિસ ઓલિમ્પિક ગેમ્સ ખાતે સૌપ્રથમ વખત સ્થપાનારા ઈન્ડિયા હાઉસની ઘોષણા કરતાં હું અત્યંત આનંદ અને રોમાંચ અનુભવું છું. ગતવર્ષે ભારતમાં 40 વર્ષમાં પ્રથમ વખત યોજાયેલું આઈ.ઓ.સી. સત્ર, અને આપણી ઓલમ્પિક સફરમાં એક મહત્ત્વનું સીમાચિહ્ન હતું. અમે ઈન્ડિયા હાઉસને લોંચ કરવા સાથે આ ગતિને જાળવી રાખવાનો આનંદ અનુભવીએ છીએ.આ એક એવું સ્થળ હશે જ્યાં આપણે આપણા એથ્લીટ્સને વધાવીશું, આપણી જીતની ઉજવણી કરીશું, આપણી વાતો એકબીજાને કહીશું અને ભારતમાં વિશ્વનું સ્વાગત કરીશું.” 8 તેમણે ઉમેર્યું હતું કે, “આપણે ખરેખર આશા રાખીએ છીએ કે ઇન્ડિયા હાઉસ એ ઓલિમ્પિક મૂવમેન્ટને ભારતમાં લાવવાના 1.4 અબજ ભારતીયોના સહિયારા સ્વપ્નને સાકાર કરવાની દિશામાંનું વધુ એક કદમ બની રહેશે!”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:CBI દ્વારા કેજરીવાલની ધરપકડ, બેવડા કેસમાંથી બચવું મુશ્કેલ…

આ પણ વાંચો:ભારતના ઇતિહાસમાં આજે મહત્વનો દિવસ, સ્પીકર પદ માટે થશે ચૂંટણી, ઓમ બિરલા Vs. કે. સુરેશ

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ હાથમાં બંધારણની કોપી હાથમાં લઈ શપથ લીધા, ખુરશીની પાછળ ઉભેલા માર્શલ સાથે મિલાવ્યો હાથ