IND Vs NZ/ નીતિન મેનન ખરાબ એમ્પાયરિંગ માટે થયા ટ્રોલ, સોશિયલ મીડિયામાં બન્યા Funny મીમ્સ

એમ્પાયરે અશ્વિનની કેપ્ટન અજિંક્ય રહાણેને પણ ફરિયાદ કરી હતી. જો કે આ સમગ્ર ઘટના બાદ હવે સોશિયલ મીડિયામાં ઘણા અજીબો ગરીબ મીમ્સ બની રહ્યા છે. ઘણા તો એટલા ફની છે કે જેને જોઇ તમે તમારી હસી રોકી નહી શકો.

Sports
અશ્વિન અને મેનન વચ્ચે લડાઇ

કાનપુરનાં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ સીરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચનાં ત્રીજા દિવસે આર અશ્વિન અને એમ્પાયર નીતિન મેનન વચ્ચે લડાઈ થઈ હતી. એમ્પાયરે અશ્વિનની કેપ્ટન અજિંક્ય રહાણેને પણ ફરિયાદ કરી હતી. જો કે આ સમગ્ર ઘટના બાદ હવે સોશિયલ મીડિયામાં ઘણા અજીબો ગરીબ મીમ્સ બની રહ્યા છે. ઘણા તો એટલા ફની છે કે જેને જોઇ તમે તમારી હસી રોકી નહી શકો.

અશ્વિન અને મેનન વચ્ચે લડાઇ

આ પણ વાંચો – ગુજરાત / ધોરણ-9 થી 12 નાં વિદ્યાર્થીઓને માનસિક તણાવ ન રહે તે માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય

આપને જણાવી દઇએ કે, ભારત અને ન્યૂઝીલેન્ડ (IND vs NZ) વચ્ચેની કાનપુર ટેસ્ટ મેચમાં નબળી એમ્પાયરિંગે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. ICCનાં એલિટ પેનલ એમ્પાયર નીતિન મેનન ખાસ કરીને પોતાના ખોટા નિર્ણયોને કારણે ચર્ચામાં છે. આપને જણાવી દઇએ કે, રવિચંદ્રન અશ્વિનનાં બોલ પર વિલ યંગ સામે ભારતીય ખેલાડીઓએ વિકેટ પાછળ કેચ આઉટ કરવાની જોરદાર અપીલ કરી હતી. સબસ્ટિટ્યૂટ કીપર કેએસ ભરતે ખૂબ જ સારી રીતે કેચ લીધો પરંતુ એમ્પાયર નીતિન મેનને આઉટ આપ્યો ન હતો. ત્યારપછી કેપ્ટન અજિંક્ય રહાણેએ રિવ્યુ લીધો અને રિવ્યુમાં વિલ યંગ સ્પષ્ટ રીતે આઉટ થતો દેખાઇ ગયો કારણ કે બોલ તેના બેટ સાથે અથડાયો અને નીતિન મેનનને પોતાનો નિર્ણય બદલવો પડ્યો. આ પછી અન્ય બેટ્સમેન ટોમ લાથમને પણ નીતિન મેનન દ્વારા લેગ બિફોર આઉટ કરવામાં આવ્યો ન હતો અને તેના કારણે તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

અશ્વિન અને મેનન વચ્ચે લડાઇ

આ પણ વાંચો – IND Vs NZ / ન્યૂઝીલેન્ડનાં ખોલાડીઓ પ્રથમ ટેસ્ટમાં બનાવી રહ્યા છે રેકોર્ડ, ટીમ ઈન્ડિયાની સ્થિતિ ખરાબ

તેમના નબળી એમ્પાયરિંગને લઈને ટ્વિટર પર ઘણી પ્રતિક્રિયાઓ આવી હતી. કેટલાક ચાહકોએ તેમને ડ્રોપ કરવાની માંગ કરી હતી, તો કેટલાકે કહ્યું હતું કે જો વિરાટ કોહલી મેદાનમાં હોત તો મજા આવી હોત. કોહલી આ પહેલા પણ મેદાનમાં નીતિન મેનન સાથે દલીલ કરતો જોવા મળ્યો છે.

https://twitter.com/DwanshWarjurkar/status/1464450830036201477

આ પણ વાંચો – IND Vs NZ / ભારતીય ટીમનાં 16 બેટ્સમેન જેમણે પોતાની ડેબ્યૂ મેચમાં ફટકારી હતી સદી, અહી જુઓ તેમની યાદી

આપને જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડે 8 વિકેટનાં નુકસાન પર 278 રન બનાવી લીધા છે. ટોમ લાથમ 95 રન બનાવીને આઉટ થઇ ગયો છે. સમાચાર લખાય ત્યા સુધી ન્યૂઝીલેન્ડનો સ્કોર 8 વિકેટે 278 રન છે. ન્યૂઝીલેન્ડની ટીમમાં ટોમ લાથમ બાદ વીલ યંગ 89 રને આઉટ થયો હતો. તે પછીનાં કોઇ બેટ્સમેન કોઇ ખાસ કમાલ કરી શક્યા નથી. અને જો બોલિંગની વાત કરીએ તો અક્ષર પટેલે 5 વિકેટ ઝડપી ન્યૂઝીલેન્ડની ટીમને બેક ફૂટ પર લાવી દીધી છે. આ સિવાય ઉમેશ યાદવ, અશ્વિન અને જાડેજાએ 1-1 વિકેટ ઝડપી છે. ઈસાંત શર્માનાં હાથમાં એક પણ વિકેટ આવી નથી. જણાવી દઇએ કે, પ્રથમ બેટિંગ કરતા ભારતે 345 રન બનાવ્યા હતા.