ગુજરાત/ જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં નથી ફાયર NOC, રાજકોટ અગ્નિકાંડના પડઘા

જૂનાગઢમાં જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ફાયર NOC જ ન હોવાનું સામે આવ્યું છે

Top Stories Gujarat Others
Beginners guide to 2024 05 29T135851.052 જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં નથી ફાયર NOC, રાજકોટ અગ્નિકાંડના પડઘા

@ અમર બખાઈ

જૂનાગઢમાં જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ફાયર NOC જ ન હોવાનું સામે આવ્યું છે. જ્યાં દરરોજના હજારો દર્દીઓ સારવાર માટે આવે છે તેવા જ સરકારી ઈમારતમાં ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળ્યો છે..

જૂનાગઢમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ફાયર સેફટી ના સાધનો જ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા 8 વાર નોટિસ આપવા છતાં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના તંત્રના પેટનું પાણી પણ ન હાલ્યું અને જે સાથેની સ્થિતિ જોવા મળી છે. રાજકોટની ઘટનાનું જુનાગઢના સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં પુનરાવર્તન થાય તો નવાઈ નહીં.

સિવિલ હોસ્પિટલ માં જુનાગઢ સહિત જુદા જુદા જિલ્લાઓના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે.  સૌથી મોટી અને નજીક પડતી ૧૦૦૦ બેડની જૂનાગઢની સિવિલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજ પાસે ફાયર એનઓસી જ ન હોવાનું સામે આવ્યું છે તેમાય મેડીકલ કોલેજમાં તો હજુ સુધી ફાયર સેફટીના એકપણ સાધન ફીટ કરવામાં નથી આવ્યા તો અત્યાર સુધી તંત્ર શું કરતું હતું, તે એક સવાલ સર્જાઈ રહ્યો છે… આવી બિલ્ડીંગમાં અચાનક આગ ભભૂકે તો હજારો દર્દીઓને રેસ્ક્યુ કરવા અઘરા પડે તેવી સ્થિતિ સર્જાય શકે છે.

અગાઉ મહાપાલિકાની ફાયર શાખા દ્વારા એનઓસી માટે સિવિલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી, જે તે સમયે સિવિલ હોસ્પિટલ બનેલી ત્યારે NOC આપવામાં આવ્યું હતું, પરંતુ તે હાલ આઉટ ઓફ ડેટ થયેલ છે અને તેને રિન્યુ કરવા માટે તેમના દ્વારા ફાયલ રજુ થયેલ તે સમયે નિયમ મુજબ એનબીસી અને સીજીબીસીઆર વખતો વખતની સરકારની ગાઈડ લાઈન મુજબ હાઈરાઈઝ બિલ્ડીંગ, હોસ્પિટલ અંગેની આઈસીયુ માટેની તપાસ કરતા અહી નિયમનું પાલન ન થયા હોવાનું સામે આવ્યું હતું.

હોસ્પિટલમાં એક્ટીવ ફાયર મેજર્સ અને એક્ટીવ ફાયર સિસ્ટમ પૂર્ણ સ્વરૂપે ના હોય અને કાર્યરતના હોવાનું સામે આવ્યું છે. આ અંગે મનપા દ્વારા સિવિલ હોસ્પિટલને અત્યાર સુધીમાં 8 જેટલી નોટીસ આપવામાં આવી છે, ત્યારે છેલ્લે સિવિલ હોસ્પિટલ તરફથી છેલ્લા પાચ દિવસ પહેલાની સ્થિતિએ એવો જવાબ આપ્યો હતો કે, ફાયર સિસ્ટમનું ઈંસ્ટોલેશન હતું ત્યાં કામ ચાલુ છે અને વર્ક ઓર્ડર પણ અપાઈ ગયેલ છે જે કામ એક મહિનામાં પૂર્ણ થશે તેવી બાહેધરી આપી છે. હવે વાત રહી મેડીકલ કોલેજની તો કોઇપણ પ્રકારના ફાયર સિસ્ટમ જ નથી, જેથી તેને NOC અપાયેલ નથી, તેના ટેન્ડરનું કામ ચાલુ હોય તેનું કામ પણ એક મહિનામાં પૂર્ણ થવાનું કહેવામાં આવી રહ્યું છે.

પરંતુ આઠ વર્ષથી કાર્યરત જૂનાગઢની જીએમઆરએસ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ફાયર સાધનો અને ફાયર એનર્જી ન હોવાનું સામે આવતા હોબાળો મચ્યો છે. જો આઠ વર્ષની અંદર કોઈ મોટી જાનહાની કે દુર્ઘટના બની હોય તો પછી જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની અણીએ, ઈબ્રાહીમ રાયસીની નીતિને આગળ ધપાવશે

આ પણ વાંચો: બાબા વાંગાની ભવિષ્યવાણીઓ સાચી પડી તો વિશ્વમાં મચી જશે હાહાકાર

આ પણ વાંચો: પૃથ્વી અને શુક્રની વચ્ચે પણ રહેવા જેવી જગ્યા છે! NASAએ કરી શોધ