Politics/ ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રીનાં પત્ની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી

ઉત્તર પ્રદેશનાં ફરૂખાબાદની અદાલતે ભૂતપૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદની પત્ની લુઇસ ખુર્શીદ અને સેક્રેટરી અતહર ફારુકી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.

Top Stories India
બિનજામીનપાત્ર

ઉત્તર પ્રદેશનાં ફરૂખાબાદની અદાલતે ભૂતપૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદની પત્ની લુઇસ ખુર્શીદ અને સેક્રેટરી અતહર ફારુકી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. આ વોરંટ અપંગ લોકો માટે ઉપકરણોની ખરીદીમાં કથિત ઉચાપતને લઇને ચાલી રહેલા કેસમાં જારી કરવામાં આવ્યુ છે.

સાવધાન! / અમેરિકાનો દાવો, ભારતમાં કોરોનાવાયરસનાં કારણે 50 લાખથી વધુ લોકોનાં થયા મોત

ફતેહગઢની સીજેએમ કોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતા સલમાન ખુર્શીદની પત્ની લુઇસ ખુર્શીદ વિરુદ્ધ બિનજામીનપાત્ર warrant જારી કર્યું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીની પત્ની વિરુદ્ધ આ warrant જાકીર હુસૈન મેમોરિયલ ટ્રસ્ટ કેસમાં જારી કરાયું છે. લુઇસ ટ્રસ્ટ પર આર્થિક છેતરપિંડીનો આરોપ મૂકાયો છે. આક્ષેપ કરવામાં આવે છે કે, કેન્દ્ર તરફથી મળતી ગ્રાન્ટમાં હેરાફેરી કરવામાં આવી હતી. લુઇસ ખુર્શીદ આ ટ્રસ્ટ ચલાવે છે. નાણાકીય છેતરપિંડીનો આ કેસ વર્ષ 2010 નો છે. ટ્રસ્ટનો આરોપ છે કે કેન્દ્ર સરકાર તરફથી 71 લાખ રૂપિયા મળ્યા છે, પરંતુ તેની પાસે યોગ્ય હિસાબ નથી. માર્ચ 2010 માં, ડો.ઝાકિર હુસૈન મેમોરિયલ ટ્રસ્ટને તત્કાલીન કેન્દ્ર સરકાર તરફથી ઉત્તર પ્રદેશનાં 17 જિલ્લાઓમાં વિવિધ-સક્ષમ લોકો માટે વ્હીલચેર, ટ્રાઇસિકલ અને સાંભળવાનાં યંત્ર વિતરણ કરવા માટે 71 લાખ 50 હજાર રૂપિયાની ગ્રાન્ટ મળી હતી. 2012 માં, જ્યારે સલમાન ખુર્શીદ યુપીએ સરકારમાં મંત્રી હતા, ત્યારે ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. જો કે, ખુર્શીદે આ તમામ આક્ષેપોને નકારી કાઠ્યા હતા. આક્ષેપ કરવામાં આવે છે કે, કેન્દ્ર સરકાર પાસેથી અનુદાન ઉત્તર પ્રદેશનાં વરિષ્ઠ અધિકારીઓની સહી અને સ્ટેમ્પ બનાવીને મેળવવામાં આવ્યું હતું.

મોટી રાહત / જલ્દી જ ભારત પાસે હશે દુનિયાની પહેલી DNA વેક્સિન, ચાલી રહ્યો છે ત્રીજા ફેઝનો ટ્રાયલ

આર્થિક ગુના શાખાએ જૂન 2017 માં તપાસ શરૂ કરી હતી અને ઇન્સ્પેક્ટર રામશંકર યાદવે લુઇસ ખુર્શીદ અને ફારૂકી વિરુદ્ધ કાયમગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો. લુઇસ સંબંધિત પ્રોજેક્ટનાં ડાયરેક્ટર હતા. 30 ડિસેમ્બર 2019 નાં રોજ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ટ્રસ્ટે દાવો કર્યો હતો કે, તેણે એટા, ઇટાવા, ફરૂખાબાદ, કાસગંજ, મૈનપુરી, અલીગઢ, શાહજહાંપુર, મેરઠ અને બરેલી સહિત રાજ્યનાં એક ડઝનથી વધુ જિલ્લાઓમાં શિબિરનું આયોજન કરીને દિવ્યાંગ બાળકોને આ ઉપકરણોનું વિતરણ કર્યું હતું. બાદમાં તપાસમાં બહાર આવ્યું કે, તે શિબિર ક્યારેય લગાવવામાં જ ન હોતા આવ્યા.