ANDHRAPRADESH/ અમરાવતી નહીં વિશાખાપટ્ટનમ હશે આંધ્રપ્રદેશની આગામી રાજધાની

દેશના દક્ષિણી રાજ્ય આંધ્રપ્રદેશમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી અને VasRCPના વડા જગનમોહન રેડ્ડીએ મંગળવારે 31 જાન્યુઆરીએ એક મોટી…

Top Stories India
Capital of Andhra Pradesh

Capital of Andhra Pradesh: દેશના દક્ષિણી રાજ્ય આંધ્રપ્રદેશમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી અને VasRCPના વડા જગનમોહન રેડ્ડીએ મંગળવારે 31 જાન્યુઆરીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે રાજ્યની નવી રાજધાની અંગે આ જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાન રેડ્ડીએ જણાવ્યું કે અમરાવતી આંધ્ર પ્રદેશની રાજધાની નહીં બને, પરંતુ વિશાખાપટ્ટનમને રાજ્યની આગામી રાજધાની બનાવવામાં આવશે. વર્ષ 2014 માં તેલંગાણાના અલગ થયા પછી હૈદરાબાદને આંધ્ર પ્રદેશ અને તેલંગાણા બંને રાજ્યોની સામાન્ય રાજધાની બનાવવામાં આવી હતી.

આ સાથે જ આવતા વર્ષે 10 વર્ષનો સમયગાળો પૂર્ણ થવા જઈ રહ્યો છે. એટલે કે 2024માં હૈદરાબાદ તેલંગાણાને સોંપવામાં આવનાર છે. આ જ કારણ છે કે આંધ્ર પ્રદેશની આગામી રાજધાની માટે લાંબી રાહ જોવાતી હતી. આ રાહ 31 જાન્યુઆરી 2023 ના રોજ સમાપ્ત થઈ અને CM જગનમોહન રેડ્ડીએ નવી રાજધાની તરીકે વિશાખાપટ્ટનમના નામની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ ભલે વિશાખાપટ્ટનમને રાજ્યની રાજધાની બનાવવાની જાહેરાત કરી હોય, પરંતુ અમરાવતીનું નામ પણ રાજધાની બનાવવા માટે લાંબા સમયથી આગળ ચાલી રહ્યું હતું. અગાઉ TDP નેતા ચંદ્રબાબુ નાયડુએ તેમની સરકાર દરમિયાન અમરાવતીને રાજ્યની આગામી રાજધાની બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ જગનમોહને ટીડીપીના આ નિર્ણયને પલટી નાખ્યો અને વિશાખાપટ્ટનમના નામની જાહેરાત કરી.

સીએમ જગનમોહન રેડ્ડીએ દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ મોટી જાહેરાત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, હું દરેકને વિશાખાપટ્ટનમની મુલાકાત લેવાનું આમંત્રણ આપવા આવ્યો છું, આવનારા દિવસોમાં વિશાખાપટ્ટનમ આપણી રાજધાની બનવા જઈ રહી છે. આગામી થોડા દિવસોમાં હું વિઝાગમાં પણ શિફ્ટ થઈશ. વિશાખાપટ્ટનમમાં માર્ચના પહેલા સપ્તાહમાં એટલે કે 3 અને 4 માર્ચે ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં હું દરેકને આ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે આમંત્રિત કરું છું. તેમણે સ્થાનિક રોકાણકારો માટે આ વાત કહી.

આ પણ વાંચો: Economic Survey/ નાણામંત્રી આજે રજૂ કરશે આર્થિક સર્વે, સ્પષ્ટ થશે આવનારા બજેટનું ચિત્ર