ગાંધીનગર/ બિયારણનો સારો ભાવ ન મળતા ખેડૂતોએ બેસણું રાખી નોંધાવ્યો વિરોધ

ગુજરાત રાજ્યના ખેડૂતો ગાંધીનગર બીજ નિગમની ઓફિસે પહોંચ્યા હતા. ઘઉંના બિયારણનું ઉત્પાદન કરતા ખેડૂતો ને બિયારણના ભાવમાં કિલો એ માત્ર 1 રૂપિયાનો વધારો કરાતા ગાંધીનગર પહોંચ્યા હતા.

Gujarat Others
ખેડૂતો
  • બિયારણના ભાવમાં માત્ર 1 રુ. વધારો
  • ખેડૂતોની માંગ, મણના રૂ.650 ભાવ આપો
  • ગાંધીનગર બીજ નિગમની ઓફિસે વિરોધ

બિયારણના ભાવમાં કિલોએ માત્ર એક રુપિયાનો વધારો કરતા ઘઉંના બિયારણનું ઉત્પાદન  કરનાર ખેડૂતો આજે ગાંધીનગર બીજ નિગમની ઓફિસે પહોંચ્યા હતા.ખેડૂતો ભાવ વધારાની માંગ અગાઉ કૃષિમંત્રી અને બીજ નિગમના મેનેજરને  કરી ચુક્યા છે.પરંતુ સરકાર દ્વારા તેમની માગણી પ્રત્યે ધ્યાન ના આપતા આજે બીજ નિગમની ઓફિસે 30 જેટલા ખેડૂતોએ બેસણું રાખી વિરોધ નોંધાવ્યો હતો.અને માંગ કરી હતી કે મણના  650 રૂપિયા ભાવ આપવામાં આવે.

ગુજરાત રાજ્યના ખેડૂતો ગાંધીનગર બીજ નિગમની ઓફિસે પહોંચ્યા હતા. ઘઉંના બિયારણનું ઉત્પાદન કરતા ખેડૂતો ને બિયારણના ભાવમાં કિલો એ માત્ર 1 રૂપિયાનો વધારો કરાતા ગાંધીનગર પહોંચ્યા હતા. ખેડૂતો ભાવ વધારા માટે અગાઉ કૃષિમંત્રી અને બીજ નિગમના મેનેજર ને રજૂઆત કરી ચુક્યા છે.પરંતુ સરકાર દ્વારા તેમની માગણી પ્રત્યે ધ્યાન ન આપતા આજે બીજ નિગમની ઓફિસે 30 જેટલા ખેડૂતોએ બેસણું રાખી નોંધાવ્યો વિરોધ હતો.

આ અંગે બાયડ ગામ ના ખેડૂત આગેવાન જીતેન્દ્ર ભાઈ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ સરકારે મણ ના 515 રૂપિયા નક્કી કર્યા હતા. કૃષિ મંત્રીને રજુઆત બાદ નિગમે 535 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો.છતાં ખેડૂતોની મશ્કરી સમાન ભાવ વધારાના પગલે આજે અમે નિગમે વિરોધ કરવા આવ્યા છીએ. અમારી માંગણી છે કે ખેડૂતોને 650 રૂપિયા ભાવ આપવામાં આવે.

આ પણ વાંચો:વિશ્વ બાલિકા દિવસ: મનીષાબેન વકીલે ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની કરી ઉજવણી

આ પણ વાંચો:અલ્પેશ ઠાકોરનું પત્તુ કાપવા ભાજપના જ નેતાઓએ કરી તૈયારી 

આ પણ વાંચો:જામકંડોરણાની ધરતી પર પગ મુકનાર નરેન્દ્ર મોદી પહેલા વડાપ્રધાન બન્યા