Breast Cancer/ ફક્ત મહિલાઓ નહિ પુરુષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, જાણો કિસ્સો

પુરુષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર. મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરમાં 80 ટકા જેટલા કેસમાં જીવિત રહેવાની સંભાવના છે. જ્યારે તેની સરખામણીમાં પુરુષોમાં આ પ્રમાણ 77 ટકા જોવા મળ્યું છે.

Top Stories World Lifestyle
YouTube Thumbnail 7 8 ફક્ત મહિલાઓ નહિ પુરુષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, જાણો કિસ્સો

કેન્સર ગંભીર બીમારી છે. કેન્સરમાં દર્દીના બચવાની સંભાવના ઘણી ઓછી રહી છે. ગંભીર બીમારી કેન્સરનું નિદાન થયા બાદ તેનો તાત્કાલિક ઇલાજ કરાવો જોઈએ. જો તેના લક્ષણોને અવગણવામાં આવે તો મોટું નુકસાન થઈ શકે છે. ગળા, ફેફસાં અને બ્રેસ્ટ કેન્સરની બીમારીમાં દર્દીએ નિદાન થયા બાદ લાંબા સમય સુધી સારવાર લેવી પડી છે.

બ્રેસ્ટ કેન્સર સામાન્ય રીતે મહિલાઓને જ થાય તેવી માન્યતા છે. પરંતુ હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અમેરિકાના ફલોરિડાના એક પુરુષને બ્રેસ્ટ કેન્સર થયાનું સામે આવ્યું છે.

પુરુષોને પણ થાય છે બ્રેસ્ટ કેન્સર

ફલોરિડામાં રહેતા 43 વર્ષના જૈક યારબ્રોને છેલ્લા કેટલાક સમયથી છાતીમાં દુખાવાની સમસ્યા રહેતી હતી. તેને છાતીના ભાગ પર એક નાની ગાંઠ જોવા મળી. આ ગાંઠને જૈક સામાન્ય ફોલ્લી સમજી અવગણી. કેમકે અન્ય લોકોની જેમ તેનું પણ માનવું હતું કે પુરુષોને બ્રેસ્ટ કેન્સર થતું નથી. પરંતુ જ્યારે ગાંઠનું કદ વધવા લાગ્યું ત્યારે જૈફે ડોક્ટરની મુલાકાત લીધી અને પરીક્ષણ કરાવ્યું. પરીક્ષણમાં સામે આવ્યું કે જૈફને બ્રેસ્ટ કેન્સર છે અને ડોક્ટરે તેને તાત્કાલિક સારવાર કરવાની સલાહ આપી.

brest cancer ફક્ત મહિલાઓ નહિ પુરુષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, જાણો કિસ્સો

જૈકના શરીરમાં કેન્સર બ્રેસ્ટ સિવાય ફેફસાંમાં પણ ફેલાઈ ગયું હતું. તેમનું રેડિયલ માસ્ટેક્ટોમી કરવામાં આવી જેમાં તેમની છાતીમાં એરિઓલા, મસલ્સ અને લિમ્ફ નોડ્સને દૂર કરાયા. તેના દર ત્રણ સપ્તાહે જૈક કિમોથેરેપી લેવા જાય છે. જૈકની અત્યારસુધીમાં 12 કિમોથેરેપી અને 36 રેડિએશન થેરેપ થઈ છે. જૈક આજે પણ બ્રેસ્ટ કેન્સરની બીમારી સામે લડી રહ્યા છે.

બ્રેસ્ટ કેન્સરમાં પુરુષોને મોતનું જોખમ વધુ

એક તબીબી રિસર્ચમાં સામે આવ્યું છે કે મહિલાઓની સરખામણીએ પુરુષોમાં બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ જોખમ વધુ રહે છે. મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરમાં 80 ટકા જેટલા કેસમાં જીવિત રહેવાની સંભાવના છે. જ્યારે તેની સરખામણીમાં પુરુષોમાં આ પ્રમાણ 77 ટકા જોવા મળ્યું છે.

લક્ષણો

પુરુષોને થતા બ્રેસ્ટ કેન્સરમાં છાતીમાં ગાંઠ, સ્કિનમાં છિદ્રો પડવા, છાતી અથવા બગલના ભાગમાં દુખાવો થવો જેવા લક્ષણો જોવા મળે છે. જો આ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરી નિદાન કરાવું. બ્રેસ્ટના કારણોમાં ફેમેલિ હિસ્ટ્રી, જીન્સ, હાઈએસ્ટ્રોજન સ્તર, એસ્ટ્રોજનયુક્ત દવાઓ, ટેસ્ટિકલ્સ સંબંધિત સર્જરી અને રેડિએશન થેરેપી હોવાનું માનવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 ફક્ત મહિલાઓ નહિ પુરુષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, જાણો કિસ્સો


આ પણ વાંચો : “કામેચ્છા પર કન્ટ્રોલ રાખો”, હાઈકોર્ટે સગીરોને કેમ સલાહ આપવી પડી?

આ પણ વાંચો : ભારત 2040 સુધીમાં ચંદ્ર પર માણસો મોકલશે