મેહુલ ચોકસી/ ખાયા-પિયા કુછ નહીં, ગિલાસ તોડા 12 આના… 3 કરોડ ફૂંકી ખાલી હાથે પરત આવ્યું ચોકસીને લેવા ગયેલું પ્લેન

પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં ડોમિનિકાથી ફરાર હીરા વેપારી મેહુલ ચોક્સીને પરત લાવવા માટે ભારત દ્વારા મોકલવામાં આવેલ એક સ્પેશલ પ્રાઈવેટ પ્લેન રવાના થઈ ગયું છે. 

Top Stories India
A 65 ખાયા-પિયા કુછ નહીં, ગિલાસ તોડા 12 આના... 3 કરોડ ફૂંકી ખાલી હાથે પરત આવ્યું ચોકસીને લેવા ગયેલું પ્લેન

પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં ડોમિનિકાથી ફરાર હીરા વેપારી મેહુલ ચોક્સીને પરત લાવવા માટે ભારત દ્વારા મોકલવામાં આવેલ એક સ્પેશલ પ્રાઈવેટ પ્લેન રવાના થઈ ગયું છે. કતર એરવેઝનું આ પ્રાઈવેટ પ્લેન લગભગ 7 દિવસ પછી કેરેબિયન ટાપુ દેશથી પરત ફરી રહ્યું છે. જાહેર ઉડાનના ડેટામાં આ વાત સામે આવી છે. મેહુલ ચોક્સીને 23 મેના રોજ ગેરકાયદેસર રીતે ડોમિનિકામાં પ્રવેશવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડોમિનિકાથી વિશેષ વિમાન ભારત પરત ફરી રહ્યું છે. માનવામાં આવે છે કે, ચોક્સીને લેવા ગયેલા વિશેષ વિમાન અને સ્પેશિયલ ટીમનો ખર્ચ અંદાજે 3 કરોડ થયો છે. આમ 28 મેના રોજ સ્પેશિયલ ટીમ ખાસ વિમાન લઈને ડોમિનિકા પહોંચી ગઈ હતી અને 3 જૂનના રોજ રાતે પરત આવી ગઈ છે. 8 દિવસની ડોમિનિકા મુલાકાત પછી પણ કૌભાંડી મેહુલ ચોક્સી ભારતને મળ્યો નથી અને દેશે તેની પાછળ રૂ. 3 કરોડનો ખર્ચ કરી દીધો છે.

આ પણ વાંચો :બદલાપુર ખાતે ફેક્ટરીમાં ગેસ લિક થતા લોકોમાં મચી અફરાતફરી, અનેક લોકોની તબિયત લથડી

એરલાઇન્સ કંપની કતરની એક્ઝિક્યુટિવ ફ્લાઇટ A7CEE 28 મેના રોજ સવારે 3:44 વાગ્યે દિલ્હી એરપોર્ટથી રવાના થઇ હતી, જેમાં મેહુલ ચોક્સી વિરુદ્ધના કેસો સાથે સંબંધિત જરૂરી દસ્તાવેજો મોકલવામાં આવ્યા હતા. આ ફ્લાઇટ મેડ્રિડ થઈને ડોમિનીકાના મેરીગોટ પહોંચી હતી. આ પછી ચોક્સીને ભારત પ્રત્યાર્પણ કરવા માટે ફ્લાઇટ લગભગ 7 દિવસ સુધી મેરીગોટમાં ઉભી રહી.

મેહુલ ચોક્સીને ભારત પ્રત્યર્પણ કરવા માટે ભારત સરકાર સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. તેને ભારત લાવવો ખૂબ જરૂરી છે જેથી તેની પાસેથી ઘણાં રહસ્યો ઉકેલાવી શકાય. પરંતુ હવે લાગે છે કે, મેહુલ ચોક્સીને ભારત લાવવો ખૂબ મુશ્કેલ છે. મેહુલ ચોક્સીને ભારત લાવવા માટે બોમ્બાર્ડિયર ગ્લોબલ જેટ 500 મોકલવામાં આવ્યું હતું. આ વિમાન કતર એરવેઝનું છે. તેના એક કલાકનું અંદાજિત ભાડું 9 લાખ રૂપિયા છે. ભારતથી ડોનિમિકાનું અંતર અંદાજે 13,300 કિલોમીટર કરતા વધારે છે. આ અંતર પસાર કરવા માટે 16થી 17 કલાકનો સમય લાગે છે. આ સંજોગોમાં જેટને માત્ર જવાનો ખર્ચ 1.43 કરોડ અને જઈને પરત આવવાનો અંદાજિત ખર્ચ 2.86 કરોડ થઈ શકે છે.

આ પણ વાંચો :કેરળ રાજ્ય ટોચ પર જોવા મળ્યું , જાણો બાકીના કયા રાજ્યો પાછળ છે

ચોક્સીના વકીલોએ ડોમિનિકા હાઇકોર્ટમાં હેબિયા કોર્પસ પિટિશન દાખલ કરી હતી. ધરપકડ કરાયેલ વ્યક્તિ અથવા ગેરકાયદેસર રીતે અદાલતમાં અટકાયત કરાયેલ વ્યક્તિના નિર્માણની વિનંતી કરવા આ અરજી કરવામાં આવી છે. ગુરુવારે હાઇકોર્ટે ચોક્સીની અરજી પર સુનાવણી મુલતવી રાખી હતી, ત્યારબાદ સ્થાનિક સમય પ્રમાણે રાત્રે 8.09 વાગ્યે ડોમિનિકાના મેલ્વિલ હોલ એરપોર્ટથી ફ્લાઇટ રવાના થઈ હતી.

આ જેટ વિમાન કતર એક્ઝીક્યુટીવની કેટેગરીમાં આવે છે. જે 2009માં બનાવવામાં આવી છે. આ મિડલ ઈસ્ટ સહિત સમગ્ર દુનિયાને પોતાના જેટ એરક્રાફ્ટ આપવા માટેની સૌથી મોટી કંપની હોવાનો દાવો કરે છે. કંપનીએ ચોક્સીને પરત લાવવા માટે જે ગ્લોબલ 5000 મોડલ આપ્યું હતું તેમાં 13 યાત્રીઓ મુસાફરી કરી શકે છે. આ વિમાન એક સમયે 9260 કિમીની ઉડાન ભરી શકે છે. તેથી જ્યારે પણ લાંબુ અંતર હોય ત્યારે આ વિમાનમાં ઈંધણ ભરવા માટે સ્ટોપ કરવું પડતું હોય છે.

આ પણ વાંચો :લોકડાઉન છતાં બ્રિટનમાં ડેલ્ટાનો કહેર, એક સપ્તાહમાં કોરોનાના કેસોમાં 49 ટકા વધારો

ચોક્સી પર પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા 13,500 કરોડની લોન છેતરપિંડી કરવાનો આરોપ છે. જે રકમ ખાતામાં નાખવામાં આવી છે તેમાં ટોચ પર નીરવ મોદી અને મેહૂલ ચોક્સીની કૌભાંડી કંપની ગીતાંજલી જેમ્સ લિમિટેડ છે. તેમના પર ચોક્સીએ 5492 કરોડની લોન લીધી હતી. તેની સાથે અન્ય એક કંપની ગિલી ઇન્ડિયા લિમિટેડ પર 1447 કરોડ રૂપિયા અને નક્ષત્ર બ્રાન્ડ લિમિટેડે 1109 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ ઉપરાંત અન્ય એક યાદીમાં આરઇઆઇ એગ્રો લિમિટેડે 4314 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.