Kutch/ કચ્છ જીલ્લા કલેક્ટરનુ જાહેરનામું, 30 તારીખ સુધી નહીં કરી શકાય આ કામ

કચ્છ જિલ્લા કલેક્ટરે કોરોના વધતા જતા કેસને લઇને 10 દિવસ માટે જાહેરનામુ બહાર પાડ્યું છે. જાહેરનામામાં તંત્રની જાણ બહરા કોઇ કાર્યક્રમ કે પ્રસંગો કરી શકાશે નહીં તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.

Gujarat Others
notification કચ્છ જીલ્લા કલેક્ટરનુ જાહેરનામું, 30 તારીખ સુધી નહીં કરી શકાય આ કામ
  • જીલ્લા કલેક્ટરે બહાર પાડ્યું 10 દિવસનું જાહેરનામું
  • તંત્રને જાણ બહાર કોઈ કાર્યક્રમ કે પ્રસંગો નહિ કરી શકાય
  • સામાજિક, શૈક્ષણિક, રમતગમત, ધાર્મિક સહિતનો સમાવેશ
  • નિયમનું પાલન ન થતા 188 મુજબ કાર્યવાહી કરશે તંત્ર
  • 30 નવેમ્બર સુધી અમલમાં રહેશે જાહેરનામું

કચ્છ જિલ્લા કલેક્ટરે કોરોના વધતા જતા કેસને લઇને 10 દિવસ માટે જાહેરનામુ બહાર પાડ્યું છે. જાહેરનામામાં તંત્રની જાણ બહરા કોઇ કાર્યક્રમ કે પ્રસંગો કરી શકાશે નહીં તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. આ સાથે સામાજિક, શૈક્ષણિક, રમતગમત, ધાર્મિક સહિતનાં કાર્યક્રમોનો જાહરનામામાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે. સાથે સાથે જીલ્લા કલેક્ટર દ્વારા સ્પષ્ટ સંકેત સાથે આદેશ આપવામાં આવ્યો છે કે, જો નિયમનું પાલન ન થય તો કલમ 188 મુબજ તંત્ર કાર્યવાહી કરશે અને નિયમોનો ભંગ કરનાર સામે કડકાઇથી વર્તવામાં આવશે. જાહેરનામાનો અમલ આગાની 30 નવેમ્બર સુધી કરવાનો ફરજીયાત રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….