Gujarat/ લીંબડી નગરપાલિકાનાં ચીફ ઓફિસર સતત 3 માસથી ગેરહાજર રહેતા કલેકટરને નોટિસ, જાણો શું છે ફરમાન

લીંબડી નગરપાલિકામાં ત્રણ માસથી ગેરહાજર રહેનાર ચીફ ઓફિસરને કારણે નગરજનોને પ્રાથમિક સુવિધા નહીં મળતી હોવાથી પાલિકાના કોંગ્રેસી સદસ્યે કલેક્ટરને ફરિયાદ કરી હતી…

Gujarat Others
Makar 23 લીંબડી નગરપાલિકાનાં ચીફ ઓફિસર સતત 3 માસથી ગેરહાજર રહેતા કલેકટરને નોટિસ, જાણો શું છે ફરમાન

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

લીંબડી નગરપાલિકામાં ત્રણ માસથી ગેરહાજર રહેનાર ચીફ ઓફિસરને કારણે નગરજનોને પ્રાથમિક સુવિધા નહીં મળતી હોવાથી પાલિકાના કોંગ્રેસી સદસ્યે કલેક્ટરને ફરિયાદ કરી હતી.

કલેક્ટરે લીંબડી સુધરાઈમાં સતત ગેરહાજર રહેનાર ચીફ ઓફિસરને નોટિસ ફટકારી 7 દિવસમાં લેખિત ખુલાસા સાથે કલેક્ટર કચેરીએ હાજર રહેવા ફરમાન કર્યું છે. લીંબડી પાલિકામાં છેલ્લા ત્રણ માસથી ગેરહાજર રહેનાર ચીફ ઓફિસર દેવાશું એસ.પોટાને પ્રમુખ અને સભ્યોની મુદ્દત પૂર્ણ થતા નગરપાલિકાના વહિવટદાર તરીકેનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો હતો. તેમ છતાં સીઓ ગેરહાજર રહેતા પ્રજાલક્ષી કામો ટલ્લે ચડી ગયા હોવાની કોંગ્રેસી સભ્યે કલેક્ટરને લેખિતમાં રાવ કરી હતી.

કલેક્ટર કે.રાજેશે સીઓ દેવાશું પોટાને સુધરાઈમાં સતત ગેરહાજર રહેવા બદલ નોટિસ ફટકારી જણાવ્યું હતું કે લીંબડી શહેરમાં પાણીની સમસ્યા, ગટર, સફાઈ સહિતના કામો ખોરંભે ચડી ગઈ છે. પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા નગરજનોને ધક્કા ખાવાના વારા આવી રહ્યા છે. લીંબડીના પ્રજાલક્ષી કામો તેમજ રજૂઆત સાંભળવા પાલિકા કચેરીએ કોઈ હોતું નથી. નોટિસ મળ્યાને 7 દિવસમાં લેખિત ખુલાસા સાથે કલેક્ટર સમક્ષ હાજર રહેવાનું જણાવ્યું છે. કસુર થયે તમો આ બાબતે કાંઈ કહેવા માંગતા નથી તેમ માની આગળની કાર્યવાહી હાથ ધરવાની સુચના આપવામાં આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો