New Bill/ હવે લગ્ન બાદ દગો આપનાર NRI ચેતી જજો, થઇ શકે છે મોટુ નુકસાન

વર્ષ 2014 માં સત્તા પર આવ્યા બાદ મોદી સરકાર ઘણા કડક નિર્ણયો લઇ ચુકી છે, અને ખાસ કરીને 2019 બાદથી જ મોદી સરકાર જે રીતે ધડાધડ નિર્ણયો લઈ રહી છે તેના પરથી સંકેતો મળે છે કે હવે સરકાર વિવાદીત સમાન નાગરિક સંહિતાનો એજન્ડા પોતાના હાથ પર લેશે. હાલ દેશમાં વિવિધ ધર્મો અને સંપ્રદાયોનાં લોકો માટે […]

NRI News
corona 245 હવે લગ્ન બાદ દગો આપનાર NRI ચેતી જજો, થઇ શકે છે મોટુ નુકસાન

વર્ષ 2014 માં સત્તા પર આવ્યા બાદ મોદી સરકાર ઘણા કડક નિર્ણયો લઇ ચુકી છે, અને ખાસ કરીને 2019 બાદથી જ મોદી સરકાર જે રીતે ધડાધડ નિર્ણયો લઈ રહી છે તેના પરથી સંકેતો મળે છે કે હવે સરકાર વિવાદીત સમાન નાગરિક સંહિતાનો એજન્ડા પોતાના હાથ પર લેશે. હાલ દેશમાં વિવિધ ધર્મો અને સંપ્રદાયોનાં લોકો માટે લગ્ન, બાળકને દત્તક લેવા, સંપત્તિ કે ઉત્તરાધિકાર વગેરે મામલાને લઈને અલગ અલગ નિયમ છે. કોઈ ધર્મમાં જે બાબતને લઈને પ્રતિબંધ હોય તો બીજા સંપ્રદાયમાં તેને ખુલ્લી છૂટ હોય છે. આનાથી દેશમાં એકરૃપતા નથી આવતી. તમામ વર્ગો માટે એક એવા કાયદાની જરૂરિયાત છે જે બધા પર એક સમાન લાગુ થાય તે દિશામાં મોદી સરકાર આગળ વધે તેવી આશા જાગી છે.

આપને જણાવી દઇએ કે, આપણા દેશમાં છેલ્લા 4 વર્ષમાં છેતરપિંડીનાં 5 હજારથી પણ વધુ કેસ નોંધાઇ ચુક્યા છે. જેમા સૌથી વધુ કેસ પંજાબનાં હોવાનુ સામે આવી રહ્યુ છે. ત્યારે ખાસ કરીને જે પ્રવાસી ભારતીઓ દ્વારા લગ્ન બાદ મળી રહેલા દગાને ધ્યાનમાં લઇને સરકાર દ્વારા એક નવી જોગવાઇ લવાઈ રહી હોવાનુ સામે આવી રહ્યુ છે. તે હેઠળ એક નવો કાયદો બનશે અને બે વર્તમાન કાયદામાં સુધારો થશે. જણાવી દઇએ કે, લગ્ન પછી દગો સહન કરનારી યુવતીને તેનાથી સંરક્ષણ મળી શકશે. આપને જણવી દઇએ કે, આ પ્રથમ કેન્દ્રીય કાયદો હશે જે ભારતીય નાગરિકતા ધરાવતા બધા ધર્મનાં એનઆઇઆર પર લાગુ પડશે. આ દૃષ્ટિએ નવો કાયદો સમાન નાગરિક સંહિતાની દિશામાં પ્રથમ પગલું છે. આ બિલ ગત વર્ષે 11 ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરાયું હતું જેને સંસદની સ્થાયી સમિતિ પાસે મોકલાયું હતું.

કેન્દ્રની મોદી સરકારે ૩ તલાકને કાયદો બનાવ્યો, વિવાદીત 370 ની કલમ રદ્દ કરી ઐતિહાસિક ફેંસલો લીધો તે પછી હવે મોદી સરકારનાં એજન્ડામાં સમાન નાગરીક સંહિતા હોવાનું જાણવા મળે છે. અત્રે એ નોંધનીય છે કે ભારતનાં એજન્ડામાં અયોધ્યામાં રામ મંદિર, કલમ 370 અને સમાન નાગરિક ધારો હતો. સુત્રની માનીએ તો સમાન નાગરિક સંહિતા બિલ સ્થાયી સમિતિને 4 ઓક્ટોબરનાં રોજ ફરીથી મોકલાશે. સંસદની સ્થાયી સમિતિની ભલામણોનાં આધારે નવું બિલ તૈયાર થયું છે. વળી જમ્મુ-કાશ્મીરને પણ સમિતિએ આ કાયદાના દાયરામાં આવરી લેવાની ભલામણ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે તેને સ્વીકારી લેવાયો છે કેમ કે આ રાજ્યમાં ગત 4 વર્ષમાં એનઆઇઆર સાથે લગ્નમાં છેતરપિંડીની 41 ફરિયાદો મળી છે.

આપને જણાવી દઇએ કે, કેન્દ્રની મોદી સરકારે ૩ તલાકને કાયદો બનાવ્યો, વિવાદીત 370 ની કલમ રદ્દ કરી ઐતિહાસિક ફેંસલો લીધો તે પછી હવે મોદી સરકારનાં એજન્ડામાં સમાન નાગરીક સંહિતા હોવાનું જાણવા મળે છે. અત્રે એ નોંધનીય છે કે ભારતનાં એજન્ડામાં અયોધ્યામાં રામ મંદિર, કલમ 370 અને સમાન નાગરિક ધારો હતો. આ બિલ જો કાયદો બને છે ત્યારે લગ્નમાં દગા સહન કરતી યુવતીને સંરક્ષણ પ્રદાન થશે. કાયદો બન્યા બાદ એનઆઈઆરએ લગ્નની તારીખથી 30 દિવસમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જો તે આમ નહી કરે તો તેનો પાસપોર્ટ, યાત્રા દસ્તાવેજ રોકાશે અથવા જપ્ત થઇ જશે. વળી કોર્ટ વિદેશ મંત્રાલયની વેબસાઇટના માધ્યમથી વૉરન્ટ ઈશ્યૂ કરશે, સાથે સ્થાવર-જંગમ મિલકતો જપ્ત થશે. તેટલુ જ નહી તે ભાગેડું પણ જાહેર કરાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…