Not Set/ ભારતમાં નવા આઈટી નિયમોને લઇને ગૂગલનાં CEO સુંદર પિંચાઈએ આપ્યું મોટું નિવેદન

ગૂગલનાં સીઇઓ સુંદર પિચાઇએ કહ્યું કે, કંપની સ્થાનિક કાયદાઓનું પાલન કરવા અને સરકારો સાથે રચનાત્મક રીતે જોડાવા માટે પ્રતિબદ્ધ છે.

Top Stories Trending
1 24 ભારતમાં નવા આઈટી નિયમોને લઇને ગૂગલનાં CEO સુંદર પિંચાઈએ આપ્યું મોટું નિવેદન

ગૂગલનાં સીઇઓ સુંદર પિચાઇએ કહ્યું કે, કંપની સ્થાનિક કાયદાઓનું પાલન કરવા અને સરકારો સાથે રચનાત્મક રીતે જોડાવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, સરકાર ઝડપથી વિકસતા ટેક્નોલોજી ક્ષેત્ર સાથે આગળ વધવા માટે નિયમનકારી માળખા બનાવે છે.

રાજકારણ / લક્ષદ્વીપમાં મનમાન્યા આદેશોને પરત ખેંચવાની માંગ સાથે રાહુલ ગાંધીએ PM ને લખ્યો પત્ર

પિચાઇએ એશિયા પેસિફિક ક્ષેત્રનાં પસંદગીનાં પત્રકારો સાથેની વર્ચુઅલ કોન્ફરન્સમાં કહ્યું કે, તે સ્પષ્ટ રીતે શરૂઆતનાં દિવસો છે અને અમારી સ્થાનિક ટીમો ખૂબ જ વ્યસ્ત છે… અમે હંમેશાં દરેક દેશમાં સ્થાનિક કાયદાઓનું સમ્માન કરીએ છીએ અને અમે રચનાત્મક રીતે કામ કરીએ છીએ. અમારી પાસે સ્પષ્ટ પારદર્શિતા રિપોર્ટ છે, જ્યારે અમે સરકારની વિનંતીઓનું પાલન કરીએ છીએ, ત્યારે અમે તેનો ઉલ્લેખ અમારા પારદર્શિતા અહેવાલમાં કરીએ છીએ.” તેમણે કહ્યું કે, સ્વતંત્ર અને ખુલ્લુ ઇન્ટરનેટ એ ‘મૂળભૂત વસ્તુ’ છે અને ભારતમાં તેની લાંબા સમયથી ચાલતી પરંપરાઓ છે. તેમણે કહ્યું, “એક કંપની તરીકે અમે સ્વતંત્ર અને ખુલ્લા ઇન્ટરનેટનાં મૂલ્યો અને ફાયદા વિશે સ્પષ્ટપણે જાગૃત છીએ અને અમે તેની હિમાયત કરીએ છીએ, અને અમે વિશ્વભરનાં નિયમનકારો સાથે રચનાત્મક રીતે જોડાયેલા છીએ.”, અમે આ પ્રક્રિયાઓમાં ભાગ લઈએ છીએ.” પિંચાઈએ કહ્યું કે, કંપની કાયદાકીય કાર્યવાહીનો આદર કરે છે, અને એવા કિસ્સાઓમાં કે જ્યારે તેને પાછા લેવાની જરૂર હોય, તો તે આવું કરે છે. સરકારે નવી ડિજિટલ નિયમોનો સંપૂર્ણ નિષ્ઠા સાથે બચાવ કરતાં બુધવારે કહ્યું કે તે ગોપનીયતાના અધિકારનો આદર કરે છે અને WhatsApp જેવા મેસેજ મંચોને નવા આઈટી નિયમો હેઠળ ચિન્હિત સંદેશાઓનાં મૂળ સ્રોતને જાણ કરવા માટે કહેવુ એ ગોપનીયતાનું ઉલ્લંઘન નથી.

રાજકારણ / નવા નિયમો હેઠળ યૂઝર્સની પ્રાઇવસીનું કરાશે સમ્માન, ડરવાની નથી જરૂરઃ રવિશંકર પ્રસાદ

આ સાથે, સરકારે નવા નિયમો અંગે સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી અનુપાલન રિપોર્ટ માંગ્યો છે. વોટ્સએપે સરકારનાં નવા ડિજિટલ નિયમોને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે, જેના એક દિવસ બાદ સરકારની પ્રતિક્રિયા સામે આવી છે. વોટ્સએપ કહે છે કે, એન્ક્રિપ્ટેડ સંદેશાઓને એક્સેસ આપવાથી ગોપનીયતા સુરક્ષા કવચ તૂટી જશે. નવા નિયમોની જાહેરાત 25 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. આ નવા નિયમ હેઠળ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ જેવા મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (જેના દેશમાં 5 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે) માટે વધારાનાં પગલા લેવાની જરૂર રહેશે. આમાં ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર, નોડલ ઓફિસર અને ભારતમાં સ્થિત ફરિયાદ અધિકારીની નિમણૂક વગેરેનો સમાવેશ થાય છે. જો સોશિયલ મીડિયા કંપનીઓ નિયમોનું પાલન નહીં કરે તો તેમની મધ્યસ્થીની સ્થિતિ ગુમાવવી પડી શકે છે. આ સ્થિતિ તેમને કોઈ તૃતીય પક્ષની માહિતી અને તેમના દ્વારા ‘હોસ્ટ કરવામાં આવેલી માહિતી માટે જવાબદારીઓને છૂટ અને રક્ષણ આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેની સ્થિતિની સમાપ્તિ પછી, ફરિયાદ પર કાર્યવાહી કરી શકાય છે.

sago str 27 ભારતમાં નવા આઈટી નિયમોને લઇને ગૂગલનાં CEO સુંદર પિંચાઈએ આપ્યું મોટું નિવેદન