આકર્ષક પેઇન્ટિંગ/ સુરતમાં હવે જરી આર્ટમાં પણ જોવા મળશે, યુવકે પોતાની કોઠાસૂઝથી કર્યું એવું કામ કે…

સુરતને ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સીટી તો કહેવામા જ આવે છે પરંતુ સાથે સાથે સુરતનો જરી ઉદ્યોગમાં ખૂબ જ વિખ્યાત છે  ત્યારે સુરતની ઓળખ સમાન જરી હવે આર્ટમાં પણ જોવા મળશે.

Gujarat Surat
Untitled 26 1 સુરતમાં હવે જરી આર્ટમાં પણ જોવા મળશે, યુવકે પોતાની કોઠાસૂઝથી કર્યું એવું કામ કે...

@અમિત રૂપાપરા 

સુરતને ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સીટી તો કહેવામા જ આવે છે પરંતુ સાથે સાથે સુરતનો જરી ઉદ્યોગમાં ખૂબ જ વિખ્યાત છે  ત્યારે સુરતની ઓળખ સમાન જરી હવે આર્ટમાં પણ જોવા મળશે. આ કહેવાનું કારણ એવું છે કે, સુરતના એક યુવક દ્વારા ઝરીનો ઉપયોગ કરીને અવનવી પેન્ટિંગ તૈયાર કરવામાં આવે છે. કોરોના મહામારીના લોકડાઉન સમયમાં જરી ઉદ્યોગમાં જે વેસ્ટેજ જરી હોય છે તેનો ઉપયોગ કરીને પેઇન્ટિંગ આર્ટ બનાવવાની શરૂઆત કરી હતી. આજે આ યુવકની પેઇન્ટિંગ ની ડિમાન્ડ ખૂબ જ વધારે છે કારણ કે જરીથી આ યુવક લોકોના ફેસની પ્રતિકૃતિ પણ તૈયાર કરે છે.

Untitled 26 સુરતમાં હવે જરી આર્ટમાં પણ જોવા મળશે, યુવકે પોતાની કોઠાસૂઝથી કર્યું એવું કામ કે...

લોકો ઘણો સમય મોબાઇલમાં અલગ અલગ રિલ્સ કે, પછી વિડીયો જોવામાં વેડફી નાખતા હોય છે પરંતુ ઘણા એવા લોકો છે તે સમયનો ઉપયોગ કરીને પોતાનું કરિયર પણ બનાવી શકે છે. ઘણા લોકોએ આ સમયનો સદુપયોગ કરીને ક્રિએટિવ કાર્યોની શરૂઆત પણ કરે છે. ત્યારે સુરતના વિપુલ જેપીવાલા નામના યુવકે પણ પોતાના સમયનો સદ ઉપયોગ કરીને અનોખું આર્ટ તૈયાર કર્યું છે.

Untitled 26 2 સુરતમાં હવે જરી આર્ટમાં પણ જોવા મળશે, યુવકે પોતાની કોઠાસૂઝથી કર્યું એવું કામ કે...

સુરતમાં વિપુલ જેપી વાલા નામનો આ યુવક જરીમાંથી ખૂબ જ આકર્ષક પેઇન્ટિંગ તૈયાર કરે છે. મહત્વનું હોય છે કે, લોકો રંગથી ચિત્રો તૈયાર કરતા હોય છે. ત્યારે આ વિપુલ જરીમાંથી આકર્ષક પેઇન્ટિંગ તૈયાર કરે છે. કોરોનાના લોકડાઉન સમય દરમિયાન ઘણા લોકોએ પોતાનો સમય પરિવાર સાથે ગેમ રમવામાં અથવા તો અન્ય પ્રવૃત્તિ કરવામાં ગળ્યો હતો ત્યારે વિપુલે સુરતની ઓળખ સમાન જરીને આર્ટમાં ઉપયોગી બનાવી જરીઆર્ટનું નિર્માણ કર્યું હતું.

Untitled 27 સુરતમાં હવે જરી આર્ટમાં પણ જોવા મળશે, યુવકે પોતાની કોઠાસૂઝથી કર્યું એવું કામ કે...

વિપુલ નામના યુવકે વેસ્ટ જરીમાંથી એક પેઇન્ટિંગ તૈયાર કર્યું અને બસ આ એક પેઇન્ટિંગ બનાવવામાં સફળતા મળતા તેને અત્યાર સુધી ઘણા પેન્ટિંગ તૈયાર કર્યા છે. વિપુલ જેપીવાલાએ એક્ટર પ્રભાસથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના લોકોના પોટ્રેટ તૈયાર કર્યા છે.

Untitled 27 1 સુરતમાં હવે જરી આર્ટમાં પણ જોવા મળશે, યુવકે પોતાની કોઠાસૂઝથી કર્યું એવું કામ કે...

વિપુલ જેપીવાલાને જરીઆર્ટનું કામ સંપૂર્ણ રીતે શીખવામાં 8 મહિના જેટલો સમય લાગ્યો હતો. શરૂઆતમાં તે કાગળ પર એક ચિત્ર બનાવતા હતા અને શરૂઆતમાં એક ચિત્ર બનાવવા માટે ત્રણથી ચાર દિવસનો સમય લાગતો હતો અને ત્યારબાદ ખૂબ જ ઝીણવટ ભરી રીતે તેના પર જરી કામ કરવાનું હોય છે. ત્યારબાદ આજ કામમાં વિપુલ જેપીવાલા અને આજે ગણતરીના સમયમાં જ તે જરીમાંથી એક પેઇન્ટિંગ તૈયાર કરી દે છે.

આ પણ વાંચો:ગુજરાતમાં ફરી બગડશે હવામાન, આગામી 24 કલાકમાં લોપ્રેશર બનશે ડિપ્રેશન

આ પણ વાંચો:હૃદયરોગના નિષ્ણાત તબીબનું હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો:આ યુનિ.માં વાઈલ્ડ લાઈફ પર થશે સંશોધન, સરકારે આપી….

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, સિદ્ધપુરમાં સ્કૂલ દ્વારા 108 વૃક્ષો રોપાયા