User Data/ હવે ‘ટેલિગ્રામ’વાળા ટેન્શનમાં ! ટેલિગ્રામ વાપરનારા માટે ચોંકાવનારી ખબર

હેકર્સ રોજે રોજ ઈન્ટરનેટ યુઝર્સને નવું ટેન્શન આપી રહ્યાં છે. હવે માહિતી મળી રહી છે કે હેકર્સે ટેલિગ્રામ યુઝર્સને શિકાર બનાવ્યાં છે. જો તમે ટેલિગ્રામ વાપરતા હોવ તો આ અહેવાલ પૂરો જોવાનું ચૂકશો નહીં.

Tech & Auto
telegram app hero હવે 'ટેલિગ્રામ'વાળા ટેન્શનમાં ! ટેલિગ્રામ વાપરનારા માટે ચોંકાવનારી ખબર

હેકર્સ રોજે રોજ ઈન્ટરનેટ યુઝર્સને નવું ટેન્શન આપી રહ્યાં છે. હવે માહિતી મળી રહી છે કે હેકર્સે ટેલિગ્રામ યુઝર્સને શિકાર બનાવ્યાં છે. જો તમે ટેલિગ્રામ વાપરતા હોવ તો આ અહેવાલ પૂરો જોવાનું ચૂકશો નહીં.

 હવે ‘ટેલિગ્રામ’વાળા ટેન્શનમાં!

ટેલિગ્રામ વાપરનારા માટે ચોંકાવનારી ખબર
કરોડો લોકોની ગોપનીય માહિતી થઈ લીક
આંકડો અંદાજે 50 કરોડનો હોવાની સંભાવના
હેકર્સે ટેલિગ્રામ થ્રૂ ફેસબુકનો ડેટા ચોર્યો
કોન્ટેક્ટ ડિટેઇલ સહિતનો ડેટા ચોરાયો

ઈન્ટરનેટ પર હવે એક નવી ચોરીની ચર્ચા ચાલી રહી છે. ટેલિગ્રામ યુઝર્સને આનાથી ચિંતા થઈ શકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ટેલિગ્રામની મદદથી હેકર્સે ફેસબુક યુઝર્સની મહત્વની માહિતી ચોરી લીધી છે. ટેલિગ્રામની મદદથી થયેલી આ ચોરીમાં લગભગ 50 કરોડ યુઝર્સનો ડેટા લીક થયો છે. જેમાં યુઝર્સના કોન્ટેક્ટ નંબર પણ છે. હેકર્સ આ કોન્ટેક્ટ નંબરનો દુરુપયોગ કરી શકે છે.

ચોરાયેલા ડેટામાં 6 લાખ ભારતીયનો ડેટા
20 ડોલરમાં એક ડેટા વેચાતો હોવાનો દાવો
મધરબોર્ડ નામની સંસ્થાના રિપોર્ટમાં દાવો
સિક્યોરિટી રિસર્ચર એલન ગલે આપી માહિતી

મોટી ચિંતા એ વાતની છે કે જે ડેટા લીક થયો છે તેમાં લગભગ 6 લાખ જેટલાં ભારતીયોનો પણ ડેટા છે. એક વ્યક્તિનો ડેટા લગભગ 20 ડોલરમાં વેચવામાં આવી રહ્યો છે. મધરબોર્ડ નામની સંસ્થાએ ડેટાલીક અંગે જાહેર કરેલાં રિપોર્ટમાં આ દાવો કરાયો છે. સિક્યોરિટી રિસર્ચર એલન ગલે આ માહિતી સૌથી પહેલાં ટ્વીટરના માધ્યમથી આપી. ફેસબુક એકાઉન્ટમાં જોડેલા નંબરને ટેલિગ્રામના બોટની મદદથી હેક કરીને મેળવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. ત્યારે મોટો સવાલ એ છે કે સાયબર સિક્યોરિટીની બાબતમાં ક્યાં સુધી આવા છિંડા રહેશે?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…