Jammu Kashmir/ ‘હવે બ્રહ્માંડની કોઈ પણ શક્તિ કલમ 370 પાછી નહીં લાવી શકે’, પીએમ મોદીએ આપ્યો જડબાતોડ જવાબ

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો છે, જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કલમ 370ની પુનઃસ્થાપનાને લઈને વિપક્ષી પાર્ટીઓને જડબાતોડ જવાબ આપ્યો છે.

Top Stories India
YouTube Thumbnail 2023 12 17T113509.234 'હવે બ્રહ્માંડની કોઈ પણ શક્તિ કલમ 370 પાછી નહીં લાવી શકે', પીએમ મોદીએ આપ્યો જડબાતોડ જવાબ

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો છે, જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કલમ 370ની પુનઃસ્થાપનાને લઈને વિપક્ષી પાર્ટીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે હવે બ્રહ્માંડની કોઈ પણ શક્તિ કલમ 370 પાછી લાવી શકશે નહીં.

વડા પ્રધાને કહ્યું કે સુપ્રીમ કોર્ટે પુષ્ટિ કરી છે કે એક દેશમાં બે કાયદાઓ કામ કરી શકતા નથી. તેમન કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકો માટે કોઈપણ રાજનીતિ કરતા કલમ 370 નાબૂદ કરવી વધુ મહત્વપૂર્ણ છે. જમ્મુ-કાશ્મીરમાં વિકાસ અને ત્યાંના લોકોના સરળ જીવન માટે તે જરૂરી હતું.

પીએમ મોદીએ પીડીપી અને નેશનલ કોન્ફરન્સ પર નિશાન સાધતા કહ્યું કે પરિવારના કેટલાક સભ્યોએ પોતાના રાજકીય હિત માટે તેને કબજે કરી છે. જમ્મુ-કાશ્મીરના સામાન્ય લોકો ન તો કોઈ સ્વાર્થી રાજકારણનો હિસ્સો છે અને ન બનવા ઈચ્છે છે. તે ભૂતકાળની મુશ્કેલીઓને દૂર કરવા અને દેશના સામાન્ય નાગરિકની જેમ કોઈપણ ભેદભાવ વિના પોતાના બાળકોના ભવિષ્ય અને વર્તમાનને સુરક્ષિત કરવા માંગે છે.

વડાપ્રધાન મોદીએ દાવો કર્યો કે કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની તસવીર બદલાઈ ગઈ છે. હવે ત્યાં સિનેમા હોલ ચાલી રહ્યા છે. ત્યાં કોઈ આતંકવાદીઓ નથી, હવે પ્રવાસીઓનો મેળો છે. હવે ત્યાં પથ્થરમારો નથી થતો પણ ત્યાં ફિલ્મોનું શૂટિંગ થઈ રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આજે પણ જે લોકો રાજનીતિક હિતમાં કલમ 370 વિશે ભ્રમ ફેલાવી રહ્યા છે, તેમને હું સ્પષ્ટ કહીશ – હવે બ્રહ્માંડની કોઈ પણ શક્તિ કલમ 370 પાછી લાવી શકશે નહીં.

આ પહેલા સંસદમાં બોલતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે અમારી સરકારે કલમ 370 પર લીધેલા નિર્ણયને ઇતિહાસ યાદ રાખશે. તેમને કહ્યું કે અનુચ્છેદ 370 અલગતાવાદને વેગ આપે છે અને તેના કારણે આતંકવાદ ઉભો થયો છે. જમ્મુ-કાશ્મીરમાં પથ્થરો લઈને ફરતા યુવાનોના હાથમાં અમારી સરકારે લેપટોપ આપ્યા છે. આપણે નિર્ણય લઈ શકીએ છીએ, આપણે ભાગી શકતા નથી. તેમને કહ્યું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી થશે અને યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 'હવે બ્રહ્માંડની કોઈ પણ શક્તિ કલમ 370 પાછી નહીં લાવી શકે', પીએમ મોદીએ આપ્યો જડબાતોડ જવાબ


આ પણ વાંચો :Raghav Chadha/અરવિંદ કેજરીવાલે રાઘવ ચઢ્ઢાને આપી મોટી જવાબદારી, શું આ ભવિષ્યનો કોઈ સંકેત છે?

આ પણ વાંચો :Rajasthan Politics/રાજસ્થાનઃ હવે ભાજપના બધા ગાશે ‘ભજન’, પણ કેમ?

આ પણ વાંચો :Covid Subvariant/કેરળમાં કોરોનાના નવા સબ વેરિઅન્ટની એન્ટ્રી, JN.1 નો પહેલો કેસ મળ્યો