National/ હવે બાળકના જન્મ થતાંની સાથે જ મળી જશે આધાર નંબર,ટૂંક સમયમાં જ આ રીતે કરવામાં આવશે

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ કહ્યું કે તે નવજાત શિશુઓને આધાર નંબર આપવા માટે જન્મ રજીસ્ટ્રાર સાથે જોડાણ કરવાનો પ્રયાસ કરી રહી છે.

India
Untitled 41 હવે બાળકના જન્મ થતાંની સાથે જ મળી જશે આધાર નંબર,ટૂંક સમયમાં જ આ રીતે કરવામાં આવશે

આધાર કાર્ડ બનાવનારી ઓથોરિટી UIDAI ટૂંક સમયમાં જ હોસ્પિટલમાં નવજાત શિશુઓના આધાર કાર્ડ આપવાની તૈયારીઓ કરી રહી છે. એ માટે હોસ્પિટલમાં ટૂંક સમયમાં જ એનરોલમેન્ટ શરૂ કરી દેવાશે. જો બધું જ યોજના મુજબ ચાલ્યું તો બાળકને બર્થ સર્ટિફિકેટ આવતાં પહેલાં જ તેમની પાસે આધાર કાર્ડ હશે. બર્થ સર્ટિફિકેટ મળવા લગભગ એક મહિનાનો સમય લાગી શકે છે.

આ  પણ  વાંચો ;Covid-19 cases / શાળામાં વકરતો કોરોના, આ જિલ્લામાં ત્રણ વિધાર્થી સહિત એક શિક્ષક થાય કોરોના સંક્રમિત

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ કહ્યું કે તે “નવજાત શિશુઓને આધાર નંબર આપવા માટે જન્મ રજીસ્ટ્રાર સાથે જોડાણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.”ગર્ગે જણાવ્યું હતું કે અમે 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોના બાયોમેટ્રિક્સ નથી લેતા, પરંતુ તેને તેના માતા કે પિતામાંથી એકની સાથે જોડી દઈએ છીએ. 5 વર્ષની ઉંમર પાર કર્યા બાદ બાળકનું બાયોમેટ્રિક્સ લેવામાં આવશે. અમે સમગ્ર વસતિને આધાર નંબર આપવાના પ્રયાસ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો ;Tellywood /લગ્ન પછી પહેલીવાર આ રીતે દેખાયા નવદંપતી, જુઓ અંકિતા લોખંડે અને વિકી જૈનની તસવીરો…

આવનારા સમયમાં આધારને વોટર કાર્ડ સાથે પણ જોડવામાં આવશે. બુધવારે મળેલી કેબિનેટ મીટિંગમાં આ બિલને મંજૂરી આપવામાં આવી છે. એનો હેતુ ચૂંટણીમાં થનારા બોગસ વોટિંગને રોકવાનો છે. સરકારે ચૂંટણીપંચની ભલામણના આધારે જ આ નિર્ણય કર્યો છે. આધારને વોટર કાર્ડ સાથે જોડવાથી બોગસ વોટર કાર્ડમાં થનારી ગરબડને પણ રોકી શકાશે.