Not Set/ તો હવે શાળાઓ ધોરણ ૫ થી ૮માં ભણતા વિદ્યાર્થીઓને નાપાસ નહિ કરી શકે, જાણો કારણ…

ગુજરાત સહિત દેશના ૨૩ રાજયોએ શાળાઓમાં ધોરણ ૫ થી ૮માં વિદ્યાર્થીઓને નાપાસ ન કરવાની નીતિમાં પરિવર્તનની પહેલનુ સમર્થન કર્યુ છે. જેમાંથી આઠ રાજ્યોએ આ નિતી સંપુર્ણ રીતે પાછી ખેચવા માટે માંગ કરી છે. શાળામાં વિદ્યાર્થીઓને નાપાસ નહી કરવાની નીતિમાં સંશોધન અંગે વિચાર કરવા માટે ૨૬ ઓક્ટોબર ૨૦૧૫ના રોજ રાજસ્થાનના શિક્ષણ મંત્રીના નેતૃત્વમાં એક સમિતીની રચના કરવામાં આવી […]

Gujarat
students તો હવે શાળાઓ ધોરણ ૫ થી ૮માં ભણતા વિદ્યાર્થીઓને નાપાસ નહિ કરી શકે, જાણો કારણ...

ગુજરાત સહિત દેશના ૨૩ રાજયોએ શાળાઓમાં ધોરણ ૫ થી ૮માં વિદ્યાર્થીઓને નાપાસ ન કરવાની નીતિમાં પરિવર્તનની પહેલનુ સમર્થન કર્યુ છે. જેમાંથી આઠ રાજ્યોએ આ નિતી સંપુર્ણ રીતે પાછી ખેચવા માટે માંગ કરી છે. શાળામાં વિદ્યાર્થીઓને નાપાસ નહી કરવાની નીતિમાં સંશોધન અંગે વિચાર કરવા માટે ૨૬ ઓક્ટોબર ૨૦૧૫ના રોજ રાજસ્થાનના શિક્ષણ મંત્રીના નેતૃત્વમાં એક સમિતીની રચના કરવામાં આવી હતી. આ સમિતીએ ૬ થી ૧૪ વર્ષના બાળકોના રાઈટ ટુ એજ્યુકેશ એક્ટ અંતર્ગત કરવામાં આવેલી વિવિધ જાગાવાઈઓની સમીક્ષા હાથ ધરી હતી. આ સંદર્ભે માનવ સંશાધન વિકાસ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે તાજેતરમાં મળેલી રાષ્ટ્રીય શિક્ષા સલાહકાર બોર્ડની બેઠકમાં સમિતીના રિપોર્ટની સ્તિથી પર ચર્ચા કરવામાં આવી હતી.

રિપોર્ટમાં કરાયેલ ઉલ્લેખ મુજબ પાંચ રાજ્યો આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને તેલંગણાએ આરટીઈ એક્ટ અંતર્ગત નાપાસ નહી કરવાની નીતિને યથાવત રાખવા માટે માંગ કરી છે. જ્યારે ગુજરાત, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, કેરલ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને અરુણાચલ પ્રદેશે નાપાસ નહી કરવાની નીતિને પરત ખેચવા માટે માંગ કરી છે.

જ્યારે હિમાચલપ્રદેશ, મિઝોરમ, સિક્કીમ, દિલ્હી, પાંડીચેરી,ઓરિસ્સા, ત્રિપુરા, નાગલેન્ડ, મધ્યપ્રદેશ, પંજાબ, ચંદીગઢ, જમ્મુ-કાશ્મીર, છત્તીસગઢ અને દિવ-દમણે આ નિતીમાં સંશોધન કરવાની માંગ કરી છે.

અંદમાન નિકોબાર, આસમ, દાદર નગર હવેલી, ઝારખંડ, લક્ષદ્રીપ, મણિપુર, મેઘાલય અને તમિલનાડુ જેવા રાજયોએ આ અંગે કોઈ મત રજુ કર્યો નથી.

કેબિનેટ બેઠકમાં પણ આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આરટીઈ એક્ટમાં સંશોધન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી ધોરણ ૫ થી ૮માં પરીક્ષા યોજી શકાય.