Technology/ હવે ડેસ્કટોપથી પણ કરી શકશો ઓડિયો-વીડિયો કોલિંગ, WhatsAppમાં આવ્યું નવું અપડેટ

લાંબી રાહ જોયા બાદ વોટ્સએપે ડેસ્કટોપ એપ્લિકેશન માટે વોઇસ કોલિંગ ફીચર જાહેર કર્યુ છે. હવે તમે તમારા લેપટોપ, કોમ્પ્યુટર દ્વારા વોઇસ કોલિંગ કરી શકો છો. ગયા વર્ષે ડિસેમ્બરમાં વોટ્સએપે તેના કેટલાક યૂઝર્સો માટે ડેસ્કટોપ પર વીડિયો અને વોઇસ કોલિંગને સપોર્ટ આપ્યો હતો, પરંતુ હવે કંપનીએ દરેક માટે અપડેટ જાહેર કર્યું છે. નવા અપડેટ અંગે વોટ્સએપે […]

Tech & Auto
whatsapp web હવે ડેસ્કટોપથી પણ કરી શકશો ઓડિયો-વીડિયો કોલિંગ, WhatsAppમાં આવ્યું નવું અપડેટ

લાંબી રાહ જોયા બાદ વોટ્સએપે ડેસ્કટોપ એપ્લિકેશન માટે વોઇસ કોલિંગ ફીચર જાહેર કર્યુ છે. હવે તમે તમારા લેપટોપ, કોમ્પ્યુટર દ્વારા વોઇસ કોલિંગ કરી શકો છો. ગયા વર્ષે ડિસેમ્બરમાં વોટ્સએપે તેના કેટલાક યૂઝર્સો માટે ડેસ્કટોપ પર વીડિયો અને વોઇસ કોલિંગને સપોર્ટ આપ્યો હતો, પરંતુ હવે કંપનીએ દરેક માટે અપડેટ જાહેર કર્યું છે.

WhatsApp Web Video Call | Can You Make a Call from WA Web?

નવા અપડેટ અંગે વોટ્સએપે કહ્યું છે કે તમે વોટ્સએપની ડેસ્કટોપ એપ પરથી પોટ્રેટ અને લેન્ડસ્કેપ મોડમાં આરામથી કોલિંગ કરી શકશો. કોલિંગ દરમિયાન ડેસ્કટોપ માટે વોટ્સએપ એક અલગ વિંન્ડોમાં દેખાશે, જેની સાઇઝને તમે બદલી શકશો. વીડિયો કોલિંગ દરમિયાન તે સૌથી ટોચ પર જોવા મળશે.

સુરક્ષા અંગે કંપનીએ કહ્યું છે કે ડેસ્કટોપ દ્વારા કરવામાં આવતા ઓડિયો-વીડિયો કોલ્સ સંપૂર્ણપણે એન્ક્રિપ્ટ હશે. ડેસ્કટોપ પર પણ સિક્યોરિટી મોબાઇલની જેમ જ જોવા મળશે. કંપનીએ કહ્યું છે કે ડેસ્કટોપ દ્વારા એક સમયે ફક્ત એક જ કોલ કરી શકાય છે, જોકે એવું પણ કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં ગ્રૃપ વીડિયો કોલિંગ માટે પણ સુવિધા જાહેર કરવામાં આવશે.

WhatsApp: How to start a voice or video call from a Mac or Windows 10 PC | Express.co.uk

વોટ્સએપના વેબ વર્ઝન પર વીડિયો કોલિંગની સુવિધા આવ્યા બાદ ઝૂમ અને ગૂગલ મીટ જેવા વીડિયો કોલિંગ / મીટિંગ પ્લેટફોર્મ્સ પર મુશ્કેલી થવાની સંભાવના છે, કારણ કે હાલમાં આ પ્લેટફોર્મ્સ દ્વારા મોટાભાગના વીડિયો કોલ્સ કરવામાં આવી રહ્યા છે.