Meta's big decision/  હવે તમારે ફેસબુક વાપરવા માટે ચૂકવવા પડશે આટલા પૈસા, પેઇડ સર્વિસ શરૂ

પેઇડ વર્ઝન માટે યુઝર્સ પાસેથી કેટલા પૈસા લેવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી. આ સિવાય ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બંનેનો ઉપયોગ એક જ પેઇડ સર્વિસ હેઠળ કરી શકાશે અથવા બંને માટે અલગ પ્લાન લેવા પડશે.

Trending Tech & Auto
Facebook, started paid service

જો તમે પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો તો તમારા માટે મોટા સમાચાર છે. મેટાએ તેના બે મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને ફી આધારિત બનાવવાનો નિર્ણય કર્યો છે, એટલે કે, તમારે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવા માટે પૈસા ખર્ચવા પડશે.

રિપોર્ટ અનુસાર મેટાએ હાલમાં યુરોપ માટે આ નિર્ણય લીધો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મેટાએ જાહેરાત અને પ્રાઈવસીને લઈને યુરોપિયન યુનિયનના સતત દબાણ વચ્ચે આ નિર્ણય લીધો છે. કંપની ભારતમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના પેઇડ વર્ઝનને પણ લોન્ચ કરી શકે છે, જો કે આ વિશે સ્પષ્ટ માહિતી હજી ઉપલબ્ધ નથી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે યુરોપિયન યુનિયન દેશોના યુઝર્સ માટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની બે સર્વિસ હશે, જેમાંથી એક પેમેન્ટ અને બીજી ફ્રી હશે. જે યુઝર્સ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની પેઈડ સર્વિસ લેશે તેમને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર જાહેરાતો બતાવવામાં આવશે નહીં. ફ્રી વર્ઝન પહેલાની જેમ જાહેરાતો સાથે કામ કરશે. મેટાએ હજુ સુધી તેના નિર્ણય અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.

પેઇડ વર્ઝન માટે યુઝર્સ પાસેથી કેટલા પૈસા લેવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી. આ સિવાય ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બંનેનો ઉપયોગ એક જ પેઇડ સર્વિસ હેઠળ કરી શકાશે અથવા બંને માટે અલગ પ્લાન લેવા પડશે. મેટા 2019 થી યુરોપિયન યુનિયન દ્વારા તપાસનો સામનો કરી રહી છે. કંપની પર લાંબા સમયથી યૂઝરનો ડેટા તેમની પરવાનગી વગર એકત્ર કરવાનો આરોપ છે.

આ પણ વાંચો:Hero Karizma XMR/હીરોએ તેની ફ્યુચરિસ્ટિક બાઇક લૉન્ચ કરી, માત્ર 3000 રૂપિયામાં બુક કરો

આ પણ વાંચો:સાવધાન/WhatsApp પર આ ભૂલથી પણ ભૂલ કરી તો થઈ જશો જેલ ભેગા

આ પણ વાંચો:Traffic Challan scam/પોલીસની ચેતવણી, ઈ-ચલાનના નામે ખાલી થઈ શકે છે ખિસ્સા, તેનાથી બચવાનો આ છે ઉપાય