Accident/ ગુજરાતી મૂળનાં NRI પરિવારને અમેરિકામાં નડ્યો અકસ્માત, બે જુવાન દિકારનાં મોત

મૂળ વ્યારાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામના અને છેલ્લા 25 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા NRI પટેલ પરિવારની કારને અમેરિકાનાં હોસ્ટન પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો

Top Stories NRI News
nri ગુજરાતી મૂળનાં NRI પરિવારને અમેરિકામાં નડ્યો અકસ્માત, બે જુવાન દિકારનાં મોત

મૂળ વ્યારાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામના અને છેલ્લા 25 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા NRI પટેલ પરિવારની કારને અમેરિકાનાં હોસ્ટન પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો અને માતા-પિતાની નજર સામે જ પટેલ પરિવારે બે જુવાન દિકરાઓ ખોયા. નસીબનાં વાંકે અકસ્માતમાં પોતાની કારમાં મુસાફરી કરી રહેલા પટેલ પરિવારનો કોઇ વાંક ન હતો, પરંતુ પટેલ પરિવારની કારની પાછળ બેફામ સ્પીડે આવતી મોબાઇવાન અથડાઇ અને પાછળની સીટ પર બેસેલા બે જુવાન પુત્રોને અનંતની મુસાફરીએ લઇ ગઇ.

આગળ અકસ્માત હોવાથી કાર થોભાવી તો પાછળથી આવતી મોબાઇલ વાને અડફટે લીધી, ત્યારે અકસ્માતમાં કારનો પાછળથી ખુરલો બોલી જતા તેમના બંને પુત્રોએ જીવ ગુમાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમેરિકાનાં હોસ્ટન શહેરમાં ગઇકાલ સાંજના સમયે મુસાફરી કરી રહેલ NRI પટેલ પરિવારની કારને પાછળથી એક પિકઅપ મોબાઈલવાનાંના ચાલકે ધડાકાભેર અથડાવી અકસ્માત સર્જ્યો. પિતા કાર ચલાવી રહ્યા હતા, માતા બાજુની સીટમાં હતા અને કારમાં પાછળ બેસેલા પરિવારના લાડકવાયા 2 દીકરાઓને અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી મા- બાપની નજર સામે દમ તોડ્યો.

અકસ્માત સર્જનારી મોબાઇલ વાન.
મૂળ વાલોડ તાલુકાના બાજીપુરા ગામે પટેલ ફળિયામાં રહેતા સુરેશભાઈ કરશનભાઇ પટેલના પુત્રો ધર્મેશભાઈ પટેલ, ભાઇ હિતેષભાઇ પટેલ સાથે આજથી 25 વર્ષ પહેલા અમેરિકામાં સ્થાયી થઇ મોટેલ બિઝનેશ ચાલાવતા હતા. શહેરમાં સાંજના સમયે સહપરિવાર મુસાફરી કરી રહેલા ધર્મેશભાઈ પટેલ રસ્તામાં આગળ અકસ્માત હોવાથી પોતાની કાર થોભાવી અને પાછળથી આવતી મોબાઇલ વાને ફૂલ સ્પીડે તેની કારને અડફટે લીધી.
અકસ્માતમાં કારનો પાછળથી ખુરલો બોલી જતા તેમના બંને પુત્રોએ જીવ ગુમાવ્યો હતો. એક પુત્ર ઘટના સ્થળે અને બીજા ઇજાગ્રસ્ત દિકરાને હેલિકોપ્ટરમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જતી વખતે મોત થયું. પટેલ પરિવારના બન્ને દીકરાના માતા પિતાની નજર સામે મોત થતા આક્રંદના દ્રશ્યો સર્જાયા.
દાદી-દાદીના વિઝા પૂર્ણ થતાં પૌત્રોની અંત્યેષ્ઠીમાં નહીં જઇ શકાય
ધર્મેશભાઈનો મોટો દીકરો નીલ કોલેજમાં અભ્યાસ કરતો હતો, જ્યારે નાનો દીકરો રવિ શાળામાં અભ્યાસ કરતો હતો. વતન બાજીપૂરા ગામમાં રહેતા દાદા-દાદીને પૌત્રના મોતના દુઃખદ સમાચાર મળતા જ વૃધ્ધાવસ્થામાં આવી પડેલ દુઃખને સહન કરવું મુશ્કેલ બન્યું હોવાનું જણાવ્યું હતું. ગામમાં પણ રવિવારે શોકનું વાતાવરણ છવાયું હતું. દુખ વાત તે પણ છે કે, હાલમાં જ દાદી-દાદીના વિઝા પૂર્ણ થતાં પૌત્રોની અંત્યેષ્ઠીમાં નહીં જઇ શકાય

 મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…