Not Set/ અમેરિકામાં મુળ ગુજરાતી યુવકની ગોળી મારી હત્યા કરાઇ

ડોલ્ટન, અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકની હત્યા થઇ છે. અમેરિકાના ડોલ્ટન શહેરમાં આવેલા ગેસ સ્ટેશન પર ગુરૂવારે મુળ ગુજરાતના 19 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હતી. ડોલ્ટનના લેંગ્લે વિસ્તારમાં આવેલા ગેસ સ્ટેશન પર સવારે 11 વાગ્યે લુંટારૂ ત્રાટક્યો હતો અને તેણે ગોળીબાર કર્યો હતો. આ રોબરીમાં મુળ નડિયાદના અર્શદ વ્હોરાની હત્યા થઇ ગઇ હતી, જ્યારે […]

Top Stories
usa murder અમેરિકામાં મુળ ગુજરાતી યુવકની ગોળી મારી હત્યા કરાઇ

ડોલ્ટન,

અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકની હત્યા થઇ છે. અમેરિકાના ડોલ્ટન શહેરમાં આવેલા ગેસ સ્ટેશન પર ગુરૂવારે મુળ ગુજરાતના 19 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હતી. ડોલ્ટનના લેંગ્લે વિસ્તારમાં આવેલા ગેસ સ્ટેશન પર સવારે 11 વાગ્યે લુંટારૂ ત્રાટક્યો હતો અને તેણે ગોળીબાર કર્યો હતો.

આ રોબરીમાં મુળ નડિયાદના અર્શદ વ્હોરાની હત્યા થઇ ગઇ હતી, જ્યારે તેના પરિવારના 55 વર્ષની વ્યક્તિ ગંભીર રીત ઘાયલ થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ગેસ સ્ટેશન પર ફાયરીંગ કરીને લુંટારૂ ભાગી છુટ્યો હતો અને સ્થાનિક પોલિસે તેને શોધી આપનારને 12,000 ડોલરનું ઇનામ જાહેર કર્યું હતું.

મૃતક અર્શદ વ્હોર વિદ્યાર્થી હતો અને ગેસ સ્ટેશન પર કામ કરતો હતો.