NSA Ajit Doval/ NSA અજીત ડોભાલ રશિયામાં રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા, જાણો શું થયું?

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયામાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) ગુરુવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા. રશિયામાં ભારતીય દૂતાવાસે આ અંગે માહિતી આપી હતી. ડોભાલ અફઘાનિસ્તાન…

Top Stories World
Ajit Doval Putin

Ajit Doval Putin: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયામાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) ગુરુવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા. રશિયામાં ભારતીય દૂતાવાસે આ અંગે માહિતી આપી હતી. ડોભાલ અફઘાનિસ્તાન પર બહુપક્ષીય સુરક્ષા અંગેની બેઠકમાં ભાગ લેવા માટે મોસ્કો પહોંચ્યા છે.

રશિયામાં ભારતીય દૂતાવાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે NSA અજીત ડોભાલે રાષ્ટ્રપતિ પુતિન સાથેની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારીના અમલીકરણની દિશામાં કામ કરવાનું ચાલુ રાખવા પર પણ સહમતિ સધાઈ હતી. બુધવારે અફઘાનિસ્તાન પર સુરક્ષા પરિષદ/NSAના સચિવોની પાંચમી બેઠકમાં બોલતા, NSA ડોભાલે કહ્યું હતું કે કાબુલમાં એક સમાવિષ્ટ અને પ્રતિનિધિત્વની વ્યવસ્થા અફઘાન સમાજના વ્યાપક હિતમાં છે. તેમણે એમ પણ કહ્યું કે અફઘાનિસ્તાનના લોકોની સુખાકારી અને માનવતાવાદી જરૂરિયાતો ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

NSAએ કહ્યું કે આતંકવાદ આ ક્ષેત્ર માટે મોટો ખતરો બની ગયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને Daesh જેવા આતંકવાદી સંગઠનો સામે લડવા માટે સભ્ય દેશો વચ્ચે ઊંડા ગુપ્ત માહિતી અને સુરક્ષા સહયોગની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે, અફઘાનિસ્તાન મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને ભારત જરૂરિયાતના સમયે અફઘાન લોકોને ક્યારેય નહીં છોડે. ભારતે અફઘાનિસ્તાનમાં સંકટ સમયે 40,000 મેટ્રિક ટન ઘઉં, 60 ટન દવાઓ, પાંચ લાખ કોવિડ રસી મોકલીને મદદ કરી છે.

આ પણ વાંચો: Earth Quake/તુર્કી અને સીરિયાની સરહદ પર આવેલો ભૂકંપ ભયાનક સાબિત થયો

આ પણ વાંચો: Political/2024 પહેલા કોંગ્રેસ માટે સારા સમાચાર, ભાજપને મળશે ખરી સ્પર્ધા

આ પણ વાંચો: Pakistan/પાકિસ્તાનની મુશ્કેલી વધી, IMF પાસે આજીજી કરવા છતાં પણ મદદ નથી મળી