Share Market/ બ્યુટી પ્રોડક્ટ્સનું વેચાણ કરતી સ્ટાર્ટઅપ કંપની Nykaa એ શેર બજારમાં કરી દમદાર Entry

આજે Nykaa એ ભારતમાં પોતાનું એક નામ બનાવ્યું છે. Nykaa અને Nykaa ફેશન ચેઈનનાં ઓપરેટર FSN ઈ-કોમર્સ વેન્ચર્સે શેરબજારમાં શાનદાર એન્ટ્રી કરી છે. આજે Nykaa નો સ્ટોક 79 ટકાનાં પ્રીમિયમ પર શેરબજારમાં લિસ્ટ થયો હતો.

Business
Nykaa IPO

આજે Nykaa એ ભારતમાં પોતાનું એક નામ બનાવ્યું છે. Nykaa અને Nykaa ફેશન ચેઈનનાં ઓપરેટર FSN ઈ-કોમર્સ વેન્ચર્સે શેરબજારમાં શાનદાર એન્ટ્રી કરી છે. આજે Nykaa નો સ્ટોક 79 ટકાનાં પ્રીમિયમ પર શેરબજારમાં લિસ્ટ થયો હતો. શેર BSE પર રૂ. 2001 અને NSE પર રૂ. 2,018 પર લિસ્ટ થયો હતો.

Nykaa IPO

આ પણ વાંચો – ઠંડીનો ચમકારો /  રાજ્યમાં ફૂલગુલાબી ઠંડીનો થયો અહેસાસ, હવામાનશાસ્ત્રીઓએ લોકોને કર્યા સાવચેત

બ્યુટી પ્રોડક્ટ્સનું વેચાણ કરતી સ્ટાર્ટઅપ કંપની Nykaa નાં IPOમાં જારી કરાયેલા શેર બુધવારે, 10 નવેમ્બરે શેરબજારમાં લિસ્ટ થઈ છે. બ્યુટી પ્રોડક્ટ્સનું વેચાણ કરતી સ્ટાર્ટઅપ કંપની Nykaa નાં IPO ને ઇશ્યૂનાં છેલ્લા દિવસે 81.78 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. કંપનીને સંસ્થાકીય અને છૂટક રોકાણકારો બંને તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. Nykaa નો IPO 28 ઓક્ટોબરે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો અને 1 નવેમ્બરે બંધ થયો હતો. Nykaaનો રૂ. 5400 કરોડનો IPO 81.78 ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો. તેના 2.64 કરોડ ઇક્વિટી શેર માટે, 216.59 કરોડ ઇક્વિટી શેર માટે બિડ રાખવામાં આવી હતી. છૂટક રોકાણકારો માટે આરક્ષિત હિસ્સો 12.06 વખત ભરવામાં આવ્યો હતો. આપને જણાવી દઇએ કે, Nykaa એ કન્ઝ્યુમર ટેક્નોલોજી પ્લેટફોર્મ છે, જે ગ્રાહકોને LifeStyle રિટેલ અનુભવ પ્રદાન કરે છે. કંપની બ્યુટી, પર્સનલ કેર અને ફેશન પ્રોડક્ટ્સનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો ધરાવે છે, જેમાં તેમના દ્વારા ઉત્પાદિત તેમની પોતાની બ્રાન્ડ પ્રોડક્ટ્સનો પણ સમાવેશ થાય છે. કંપનીનાં સ્થાપક ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ફાલ્ગુની નાયર છે. ફાલ્ગુની નાયર, તેમના પતિ સંજય નાયર અને તેમના બે બાળકો FSN ઈ-કોમર્સ વેન્ચર્સમાં 53 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. કંપનીનો 60 ટકાથી વધુ બિઝનેસ ટિયર II અને III શહેરોમાંથી આવે છે. તેની ઓનલાઈન હાજરી ઉપરાંત, તેના 38 શહેરોમાં 73 સ્ટોર્સ છે.

Nykaa IPO

આ પણ વાંચો – કરતારપુર કોરિડોર ખોલવાની માંગ / નવજોત સિદ્વુએ કરતારપુર કોરિડોર ખોલવાની કરી માંગ,વિપક્ષનું પણ સમર્થન

IPO માંથી એકત્ર કરાયેલી રૂ. 630 કરોડની નવી મૂડીનો ઉપયોગ કંપની બ્રાન્ડ વિઝિબિલિટી, સ્ટોર વિસ્તરણ અને દેવાની ચુકવણી માટે કરશે. FY21માં ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યુ (GMV)માં સૌંદર્ય અને વ્યક્તિગત સંભાળ (BPC) નો હિસ્સો લગભગ 84 ટકા હતો, જ્યારે બાકીનો હિસ્સો કપડા અને એસેસરીઝ સહિત ફેશન સેગમેન્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. તે 2,500 થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સની 2,50,000 થી વધુ વસ્તુઓ અથવા સ્ટોક-કીપિંગ યુનિટ્સ (SKUs) વેચે છે.