ગાંધીનગર/ વિધાનસભા ગૃહમાં ધુણ્યું જૂની ચલણી નોટોનું ભૂત, જાણો છેલ્લા બે વર્ષમાં કેટલી નોટો ઝડપાઈ

વિધાનસભા ગૃહમાં ધુણ્યું જૂની ચલણી નોટોનું ભૂત, જાણો છેલ્લા બે વર્ષમાં કેટલી નોટો ઝડપાઈ

Top Stories Gujarat Others Trending
1000 old currency વિધાનસભા ગૃહમાં ધુણ્યું જૂની ચલણી નોટોનું ભૂત, જાણો છેલ્લા બે વર્ષમાં કેટલી નોટો ઝડપાઈ

અમદાવાદ શહેરમાં 500 અને 1000 ની જૂની નોટો પકડાઈ,

રાજકોટ શહેરમાં 500 ના દરની 7317 નોટ, 1000 દરની 38 નોટો

રાજકોટ ગ્રામીણમાં 500 ના દરની 36 નોટો અને 1000 ના દરની 5 નોટો ઝડપી

નોટબંધી ને ચાર  વર્ષ કરતા વધુ સમય થઇ ચુક્યો છે. છતાય  અવાર નવાર બજારમાંથી જૂની ચલણી નોટો ઝડપાતી રહે છે. આજ રોજ વિધાનસભા ગૃહમાં પણ ચલણી નોટ નો મુદ્દો ઉછળ્યો હતો. જેમાં છેલ્લા બે વર્ષમાં ક્યાંથી કેટલી નોટો મળી આવી તે અંગે ચર્ચા થઇ હતી.

વિધાનસભા ગૃહમાં દર્શાવવામાં આવેલી વિગતો અનુસાર છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને રાજકોટ શહેરમાં 500 અને 1000 ની જૂની નોટો મળી આવી છે. છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ શહેરમાં 500 ના દરની 2400, 1000 દરની 43 ચલની નોટો પકડાઈ છે. જયારે રાજકોટ શહેરમાં 500 ના દરની 7317 નોટ, 1000 દરની 38 નોટો અને રાજકોટ ગ્રામીણમાં 500 ના દરની 36 નોટો અને 1000 ના દરની 5 નોટો ઝડપી પાડવામાં આવી છે. અમદાવાદમાં એક પણ આરોપીઓ ઝડપાયા નથી, રાજકોટમાં શહેર અને ગ્રામિણમાં 6 આરોપીઓ પકડાયા છે.

RBI Explains What It Will Do With Old, Demonetised Rs 500, 1,000 Notes

ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધી લાગુ કરી હતી. આ નોટબંધીમાં 500 અને 1000 રૂ.ની જૂની નોટો પરત ખેંચી લેવામાં આવી હતી અને નવી ચલણી નોટો રૂપિયા 2000 અને 500 ના દરની જાહેર કરવામાં આવી હતી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ