Not Set/ પાણીના મોજામાં તણાઈ ગયેલો વૃધ્ધ, બે દિવસ પછી પરત ફરતા…. લોકોમાં અચરજ

ઘણીવાર આવી ઘટનાઓ સામે આવે છે કે, જે જૂની કહેવત – રામ રાખે, તેને કોણ ચાખે..”માં  વિશ્વાસ બનાવી રાખે છે. કર્ણાટકના મૈસુર જિલ્લામાં આજકાલ કપિલા નદીમાં પૂર આવ્યું છે. નદી બે કાંઠે ગાંડિતુર બની વહી રહી છે. નદીના મોજા જોઈને ભલ ભલાના હૃદયના પાટિયા બેસી જાય તેવા છે. પરંતુ થોડા દિવસો પહેલા એક વૃદ્ધ પાદરીએ […]

Top Stories

ઘણીવાર આવી ઘટનાઓ સામે આવે છે કે, જે જૂની કહેવત – રામ રાખે, તેને કોણ ચાખે..”માં  વિશ્વાસ બનાવી રાખે છે. કર્ણાટકના મૈસુર જિલ્લામાં આજકાલ કપિલા નદીમાં પૂર આવ્યું છે. નદી બે કાંઠે ગાંડિતુર બની વહી રહી છે. નદીના મોજા જોઈને ભલ ભલાના હૃદયના પાટિયા બેસી જાય તેવા છે. પરંતુ થોડા દિવસો પહેલા એક વૃદ્ધ પાદરીએ ગાંડીતુર નદીમાં કૂદી ગયો હતો, જેણે પણ આ દ્રશ્ય જોયું તેણે માની જ લીધું હતું કે, તે હવે પાછો નહીં આવે. બાદમાં, જ્યારે બે દિવસ પછી પણ વૃદ્ધ વ્યક્તિની કોઈ ભાળ ન મળી ત્યારે લોકોએ મન બનાવીજ લીધુ હતું કે, તેનું મૃત્યુ નિપજ્યું હશે.

આ બેંગ્લોરથી 169 કિ.મી. દક્ષિણ પશ્ચિમમાં નનજાનગુડ શહેરના 60 વર્ષીય વેંકટેશ મૂર્તિ પૂજારીની વાર્તા છે. બન્યું એવું કે, થોડા દિવસો પહેલા જ્યારે કાબીની ડેમના દરવાજા ખોલવામાં આવ્યા, ત્યારે બેંગલુરુથી 169 કિ.મી. દક્ષિણ પશ્ચિમમાં નનજાનગુડ શહેરમાં પાણી ભરાઈ ગયાં. આનાથી ઘણા લોકોને રાહત શિબિરોમાં આશરો લેવાની ફરજ પડી. જો કે, પરંતુ આ બધા વચ્ચે, વેંકટેશ મૂર્તિએ કપિલા નદીના  ધસમસતા પ્રવાહ સાથે બાથ ભીડવાનું મન  બનાવ્યું હતું.

ખરેખર, 60 વર્ષીય વેંકટેશ મૂર્તિ પાદરી છે. અને તેમણે નદીના ધસમસતા પ્રવાહમા કૂદકો લગાવવાનું અને પાછા આવવાનું જોખમ અગાઉ પણ ઘણી વખત ઉઠાવી ચૂક્યા છે. જ્યારે કાબીની ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં, ત્યારે બેંગલુરુથી 169 કિ.મી. દક્ષિણપશ્ચિમમાં આવેલ નનજાનગુડ શહેર જળબંબાકાર થઈ ગયું.

શનિવારે વેંકટેશ નદીમાં કૂદી પડ્યો અને જોત જોતાંમાં જ મોજામાં ભળી ગયો. આ ઘટના જોઇને લોકોએ ચીસો પાડી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકોએ વેંકટેશની ઘણી શોધખોળ કરી પણ બે દિવસ સુધી તે મળ્યો ન હતો. લોકો એવું માનતા હતા કે વેંકટેશનું અવસાન થયું હશે. સ્થાનિક ન્યુઝ ચેનલો પણ તેમને પૂરના કારણે મૃત્યુ પામેલા માનતા હતા. વેંકટેશના પરિવારના સભ્યોએ પણ તેમની ઘણી શોધખોળ ચલાવી પણ, તેનો કોઈ ફાયદો થયો ન હતો.

પરંતુ અચાનક બે દિવસ પછી જ્યારે તે લોકો સમક્ષ દેખાયો, ત્યારે દરેકના ચહેરા પર સ્મિત ફરી વળ્યું હતું.  વેંકટેશે જણાવ્યું હતું કે નદીના ઝડપી પ્રવાહને કારણે તે થાંભલાઓમાં ફસાઈ ગયો હતો. તેણે આ રીતે 60 કલાક વિતાવ્યા. જ્યારે પૂરના પાણી ઓછા થયા ત્યારે તે ઘરે પરત ફર્યા હતા. આ અગાઉ પણ મુર્તિ આ પ્રકારનું સાહસ અનેક વાર કરી ચૂક્યા છે. વેંકટેશ મૂર્તિની બહેન મંજુલાએ જણાવ્યું હતું કે મૂર્તિ નદીમાં કૂદી પડ્યા હોય તેવું આ પહેલી વાર નથી. તે છેલ્લા 25-30 વર્ષથી આ કરી રહ્યા છે.

હેંજેગિ બ્રિજના પીલરમાં બે દિવસથી પાણીની લહેરો વચ્ચે વિતાવ્યા બાદ પરત ફરેલા  વેંકટેશે સૌ પ્રથમ નાનજાંગુડ પોલીસ મથકમાં પોતાના સહી સલામત પરત ફરવાની જાણ કરી હતી. તેઓએ કહ્યું કે સામાન્ય રીતે હું પિલલરની વચ્ચે તરતો હોઉ છું. પણ આ વખતે પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતા કે મેં થાંભલાને પકડીને મારા જીવનનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, વેંકટેશ મૂર્તિએ ફક્ત તરણ જ નહીં પરંતુ તેની જીવન યાત્રામાં મોત ને થાપ દેવાનું કામ કર્યું છે. થોડા વર્ષો પહેલા તેણે કાશ્મીરથી કન્યાકુમારી સુધીની 10 હજાર કિલોમીટરની સફર સાયકલથી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.