Not Set/ તોડફોડથી સરકાર બનાવવાની તાકમાં ભાજપ: ઓમર અબ્દુલ્લા

જમ્મુ, જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લગાવાયા બાદ નેશનલ કોન્ફરન્સના નેતાએ માંગ કરી છે કે જમ્મુ-કાશ્મીર વિધાનસભા તરત ભંગ કરવામાં આવે અને રાજ્યમાં ફરીથી ચુંટણી કરાવવામાં આવે. ભાજપે પીડીપી સાથેના ત્રણ વર્ષ જુના ગઠબંધન માંથી સમર્થન પાછુ લઇ લીધું હતું. ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું હતું કે જમ્મુ-કાશ્મીર વિધાનસભાને તરત ભંગ કરવામાં આવે. અને બને એટલું જલ્દી ચુંટણી કરાવામાં […]

Top Stories India Politics
660115 601158 omar abdullah reuters તોડફોડથી સરકાર બનાવવાની તાકમાં ભાજપ: ઓમર અબ્દુલ્લા

જમ્મુ,

જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લગાવાયા બાદ નેશનલ કોન્ફરન્સના નેતાએ માંગ કરી છે કે જમ્મુ-કાશ્મીર વિધાનસભા તરત ભંગ કરવામાં આવે અને રાજ્યમાં ફરીથી ચુંટણી કરાવવામાં આવે. ભાજપે પીડીપી સાથેના ત્રણ વર્ષ જુના ગઠબંધન માંથી સમર્થન પાછુ લઇ લીધું હતું.

ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું હતું કે જમ્મુ-કાશ્મીર વિધાનસભાને તરત ભંગ કરવામાં આવે. અને બને એટલું જલ્દી ચુંટણી કરાવામાં આવે. પૂર્વ મુખ્યમંત્રી ઊમર અબ્દુલ્લાએ જણાવ્યું કે ભાજપ પર ભરોસો કરી ના શકાય કે તેઓ સરકાર બનાવવા માટે હોર્સ ટ્રેડીંગ નહિ કરે.

ભાજપ નેતા અને પૂર્વ ઉપ-મુખ્યમંત્રી કવીન્દ્ર ગુપ્તાએ કથિત રીતે કહ્યું હતું કે એમની પાર્ટી કઈક વિચાર કરી રહી છે. એમના આ જ નિવેદન પર પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આવી પ્રતિક્રિયા આપી હતી. કવીન્દ્ર ગુપ્તાએ કથિત રીતે કહ્યું હતું કે મને નથી લાગતું કે નજીકના ભવિષ્યમાં નવી સરકાર બનશે. અહી અનિશ્ચિતતાઓ છે પરંતુ અમે કઈક વિચાર કરી રહ્યા છીએં અને લોકોએ આ બાબતે ખબર પડી જશે.

ઉમર અબ્દુલ્લાએ દાવો કર્યો હતો કે ગુપ્તાના નિવેદનથી એ સંકેત મળે છે કે ભાજપ જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવા માટે અન્ય દળો પાસેથી ધારાસભ્યો તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. એમણે ટ્વીટર પર લખ્યું કે અમે વિચારી રહ્યા છીએ, આનાથી તમારો શું મતલબ છે? આનો એકજ મતલબ થઇ શકે છે કે અન્ય દળોના ધારાસભ્ય તોડો અને ભાજપની સરકાર બનાવવા માટે આંકડા ભેગા કરો. તો શું પૂર્વ ઉપ-મુખ્યમંત્રીએ અજાણતા રહસ્ય ખોલી નાખ્યું?

ખબર આવી હતી કે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહને સમર્થન પાછુ લેવાના ફેસલા બાબતે કોઈ જાણકારી નહતી. અના પર પ્રતિક્રિયા આપતા ઉમરે ટ્વીટ કર્યું કે જો આ ખબર સાચી છે અને ગૃહમંત્રી ભાજપ-પીડીપી ગઠબંધન તુટવા બાબતે જાણકારી નહતી તો ભાજપના આ ફેસલાથી મને અને મારા સહયોગીઓને જે હેરાની થઇ છે, એમાં કોઈ મોટી વાત નથી.