રોડ અકસ્માત/ ઉજ્જૈનથી પરત ફરતી વખતે ગોધરા પાસે પાંચ મિત્રોને નડ્યો અકસ્માત, ત્રણના મોત

ગોધરાના ઓરવાડાના નંદાપુરા બ્રિજ પરથી કાર પસાર થઇ રહી હતી. આ સમયે અચાકન કારનું ટાયર ફાય્યું હતું. કારનું ટાયર ફાટતા કાર રોંગસાઇડમાં જઇને ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.

Gujarat Others
અકસ્માત
  • ઉજ્જૈનથી પરત ફરતી વખતે કારને અકસ્માત
  • કારનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો
  • ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયા

ગુજરાતમાં દિવસે ને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓ વધુ માત્રામાં વધી રહી છે. જેને કારણે આપણે રોડ ઉપર સાવચેતી ખૂબ જ રાખવી પડે છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ ગોધરા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઉજ્જૈનથી પરત ફરતી વખતે કારને અકસ્માત નડ્યો હતો. 3ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. કારનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયા છે.

મળતી માહિતી અનુસાર, ગોધરાના ઓરવાડાના નંદાપુરા બ્રિજ પરથી કાર પસાર થઇ રહી હતી. આ સમયે અચાકન કારનું ટાયર ફાય્યું હતું. કારનું ટાયર ફાટતા કાર રોંગસાઇડમાં જઇને ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેને લઇને કારમાં સવાર 3 યુવાનોના મોત થયા જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત બન્ને યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ખંભાતના 5 યુવાનો ઉજ્જૈનથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ગોધર નજીક આ દુર્ઘટના બની હતી. યુવાનો ખંભાતના ઉંદેલ ગામના વતની હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો:તાપીમાંથી પટ્ટો બાંધેલી હાલતમાં મા-દીકરીની મળી લાશ, મૃતદેહ સંપૂર્ણપણે ડિકમ્પોઝ્ડ

આ પણ વાંચો:MS યુનિ.માં દેવી-દેવતાઓના બીભત્સ ફોટા પ્રદર્શનમાં મુકાયા, 31 વિદ્યાર્થીઓ નોંધાયો કેસ

આ પણ વાંચો:અમારા બાળકોનું ભવિષ્ય દાવ પર છે, સરકારે કંઈક કરવું જોઈએ: યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓના

આ પણ વાંચો:પાટીદાર નેતા નરેશ પટેલ ફરીવાર દિલ્હી દરબારમાં,જાણો