Not Set/ 10મી એ પ્રધાનમંત્રી મોદી આ વિશાળ ભવનનું કરશે ભૂમિ પૂજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરે નવી સંસદ ભવનની આધારશિલા રાખશે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ શનિવારે આ વાતની પૃષ્ટિ કરી છે. ઓમ બિરલાએ કહ્યું કે 10 ડિસેમ્બરે પ્રધાનમંત્રી

India
ઝવેરચંદ મેઘની 10 10મી એ પ્રધાનમંત્રી મોદી આ વિશાળ ભવનનું કરશે ભૂમિ પૂજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરે નવી સંસદ ભવનની આધારશિલા રાખશે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ શનિવારે આ વાતની પૃષ્ટિ કરી છે. ઓમ બિરલાએ કહ્યું કે 10 ડિસેમ્બરે પ્રધાનમંત્રી મોદી ભૂમિપૂજન કરશે. જે પછી નવા સંસદ ભવનની આધારશિલા રાખવામાં આવશે, આ પછી 11 ડિસેમ્બરથી નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય શરૂ થઈ જશે.

આ પણ વાંચો : Research / અવકાશમાં પ્રથમવાર ઉગાડવામાં આવ્યા મૂળા, નાસાએ શેર કર્યા ફોટા…

નવી ડિઝાઈન ત્રિકોણીય પરિસર જેવી છે. જેના ત્રણ રંગોના કિરણો આસમાનમાં છવાયેલા રહેશે. નવા સંસદ ભવનના નિર્માણનું કાર્ય 2022ના ઓક્ટોબર સુધીમાં પુરુ થવાની આશા છે. નવા સંસદ ભવનનું નિર્માણ લગભગ 60 હજાર સ્કેવેયર મીટરમાં કરવામાં આવશે.

આ પણ વાંચો : કિસાન આંદોલન / કેનેડિયન PM જસ્ટિન ટ્રુડો, કિસાન આંદોલન અંગેના તેમના નિવેદનમ…

નવી બિલ્ડિંગમાં સંયુક્ત સત્ર ચાલવા પર 1124 સાંસદોના બેસવાની વ્યવસ્થા રહેશે. ઓમ બિરલાએ કહ્યું કે નવી બિલ્ડિંગ ભૂકંપ પ્રૂફ હશે. તેના નિર્માણમાં 2000 લોકો પ્રત્યક્ષ રુપથી અને 9000 લોકો અપ્રત્યક્ષ રુપથી જોડાશે.

આ પણ વાંચો : Chine / અહીં કોલસાની ખાણમાંથી ઝેરી ગેસ ગળતર, મોટી સંખ્યામાં કામદારોન…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…