Not Set/ રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામોને ઉથલાવવાનાં ટ્રમ્પના ઇરાદાને આંચકો, અદાલત કહ્યું આવું

જ્યોર્જિયા, મિશિગન, નેવાડા અને વિસ્કોન્સિન – ચાર રાજ્યોમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીના પરિણામોને બદલાવવાનાં ટ્રમ્પ અને તેના સમર્થકોના પ્રયાસો પર અલગ – અલગ 4 અમેરિકન અદાલતોએ પૂર્ણવિરામ લાદ્યું છે

World
trump biden રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામોને ઉથલાવવાનાં ટ્રમ્પના ઇરાદાને આંચકો, અદાલત કહ્યું આવું

જ્યોર્જિયા, મિશિગન, નેવાડા અને વિસ્કોન્સિન – ચાર રાજ્યોમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીના પરિણામોને બદલાવવાનાં ટ્રમ્પ અને તેના સમર્થકોના પ્રયાસો પર અલગ – અલગ 4 અમેરિકન અદાલતોએ પૂર્ણવિરામ લાદ્યું છે. આ કારણે હવે ટ્રમ્પની કાયદેસરની વિદાય નિશ્ચિત થઇ છે અને યુએસના હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે.

keshod 9 રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામોને ઉથલાવવાનાં ટ્રમ્પના ઇરાદાને આંચકો, અદાલત કહ્યું આવું

Election / પશ્ચિમ બંગાળ, આસામ અને તમિલનાડુ ચૂંટણી માટે ભાજપની આક્રમક ત…

શુક્રવારે નેવાડા કોર્ટમાં સુનાવણી દરમિયાન જિલ્લા ન્યાયાધીશ જેમ્સ રસેલે કહ્યું કે, રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોને પડકાર ફેંકતા આખા કેસને બરતરફ કરી દેવામાં આવે છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ ચૂંટણીના પરિણામો સામે લડવા માટે વિશ્વસનીય અને સુસંગત પુરાવા આપવામાં નિષ્ફળ ગયા છે. મિશિગન કોર્ટે પણ ટ્રમ્પની અપીલ ફગાવી દીધી હતી. 

Farmers Protest / તારીખ..પે…તારીખ, ખેડૂત સાથેની પાંચમી બેઠક પણ અનિર્ણત, …

કોર્ટે કહ્યું કે, જો ટ્રમ્પને ચૂંટણીમાં થયેલી ધાંધલની ચિંતા હોય, તો તેમણે રાજ્યના કાયદા મુજબ કામ કરવું જોઈએ, જે તેમણે કર્યું ન હતું. આ ઉપરાંત, જ્યોર્જિયાની 11 મી સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સએ પણ ટ્રમ્પ અભિયાનની અપીલ નામંજૂર કરી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની કાયદાકીય ટીમે ખરેખર દાવો કર્યો હતો કે, ડોમિનિયન વોટિંગ મશીનો ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેનની તરફેણમાં ચૂંટણીને લઇ જવા માટે પ્રોગ્રામ કરવામાં આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…