Budget 2022/ બજેટ ભાષણ પર કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે કહ્યું, લોકો તેને નકારી કાઢશે…

કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે કહ્યું છે કે, આજનું બજેટ ભાષણ એ એફએમ દ્વારા વાંચવામાં આવેલ સૌથી મૂડીવાદી ભાષણ છે. પેરા 6 માં ‘ગરીબ’ શબ્દ માત્ર બે વાર આવે છે

India
બજેટ

પૂર્વ નાણા પ્રધાન અને કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે કહ્યું છે કે, આજનું બજેટ ભાષણ એ એફએમ દ્વારા વાંચવામાં આવેલ સૌથી મૂડીવાદી ભાષણ છે. પેરા 6 માં ‘ગરીબ’ શબ્દ માત્ર બે વાર આવે છે અને અમે FM નો આભાર માનીએ છીએ કે આ દેશમાં ગરીબ લોકો છે. કહ્યું કે, લોકો આ મૂડીવાદી બજેટને નકારી કાઢશે.

આ પણ વાંચા:સામાન્ય બજેટને લઈને ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહી આ મોટી વાત, જોણો મોદી સરકાર પાસે શું કરી માંગ

દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, નાણામંત્રી આગામી 25 વર્ષ માટેની યોજનાની રૂપરેખા આપી રહ્યા છે તે જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો, ચોંકી ગયો. સરકારને લાગે છે કે વર્તમાનમાં કોઈ ધ્યાન આપવાની જરૂર નથી અને જનતાને ‘અમૃત કાલ’ ઉગે ત્યાં સુધી ધીરજપૂર્વક રાહ જોવાનું કહી શકાય. આ ભારતના લોકોની મજાક છે

બજેટ રજૂ કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, અમે ટેક્સ વધાર્યો નથી. વધારાના કર દ્વારા એક પૈસો કમાવવાનો પ્રયાસ કર્યો નથી. ગત વખતે વડાપ્રધાનનો આદેશ હતો કે, ખોટ ગમે તેટલી હોય, રોગચાળામાં જનતા પર ટેક્સનો બોજ ન નાખો. આ વખતે પણ એ જ સૂચનાઓ હતી. કહ્યું કે,અમે દરેક ટ્રાન્ઝેક્શન પર 1% TDS વસૂલ કરીને (ક્રિપ્ટો કરન્સી) ના પૈસાના દરેક વ્યવહાર પર નજર રાખીએ છીએ.

આ પણ વાંચા: PM મોદીનું બજેટ પર નિવેદન – કહ્યું 100 વર્ષના વિશ્વાસનું બજેટ

આ પણ વાંચા:ફરી ખુલ્યા અંબાજી મંદિરના દ્વાર, દર્શને જતાં પહેલાં જાણી લો નિયમો…