ધમાલ/ ઊલટા ચોર કોટવાલ કો ડાટે, ટેસ્ટ વિના દિલ્હી થી રાજકોટ પહોંચેલા 12 મુસાફરોએ મચાવી ધમાલ

દેશમાં દિન-પ્રતિદિન કોરોનાનો કહેર વધતો જાય છે ત્યારે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર સક્રિય પ્રયત્નો હાથ ધરી રહી છે. રાજ્યમાં બહારગામથી આવતા મુસાફરોના આરટીપીસીઆર નેગેટીવ ટેસ્ટ મેળવવા ફરજિયાત કરવામાં આવ્યા છે ત્યારે

Gujarat Rajkot
airport3 ઊલટા ચોર કોટવાલ કો ડાટે, ટેસ્ટ વિના દિલ્હી થી રાજકોટ પહોંચેલા 12 મુસાફરોએ મચાવી ધમાલ

દેશમાં દિન-પ્રતિદિન કોરોનાનો કહેર વધતો જાય છે ત્યારે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર સક્રિય પ્રયત્નો હાથ ધરી રહી છે. રાજ્યમાં બહારગામથી આવતા મુસાફરોના આરટીપીસીઆર નેગેટીવ ટેસ્ટ મેળવવા ફરજિયાત કરવામાં આવ્યા છે ત્યારે રાજકોટમાં એરપોર્ટ પર દિલ્હીના મુસાફરોએ ધમાલ મચાવી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.જેના પગલે એરપોર્ટના અધિકારીઓ તેમજ ફ્લાઈટ ઓપરેટરને સૂચના આપી દેવાઈ છે કે કોઇપણ વ્યક્તિ રાજકોટ માટે આવે તો તેનો પહેલા જ રિપોર્ટ જોઈ લેવાના રહેશે અને તેની જવાબદારી એરપોર્ટની રહેશે.

airport ઊલટા ચોર કોટવાલ કો ડાટે, ટેસ્ટ વિના દિલ્હી થી રાજકોટ પહોંચેલા 12 મુસાફરોએ મચાવી ધમાલ

કોરોના કહેર / બેકાબૂ કોરોનાની વધતી ચિંતા, દેશમાં 24 કલાકમાં 81,200 નવા કેસ, 461 મોત સાથે સૌથી મોટો મૃત્યુઆંક

આ અંગે એરપોર્ટ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે દિલ્હીથી આવેલા 12 મુસાફરોએ ટેસ્ટ વગર જ ફ્લાઈટમાં રાજકોટ પહોંચી ગયા હતા જેથી એરપોર્ટે મનપાને જાણ કરી હતી અને ટીમ ત્યાં પહોંચતા મુસાફરોએ ટેસ્ટ કરાવવા આનાકાની શરૂ કરી દીધી હતી. આખરે વિજિલન્સમાંથી સુરક્ષા કર્મીઓ બોલાવાયા હતા અને પછી યાત્રિકોને પદ્મકુંવરબા હોસ્પિટલ લઈ જઈ આરટીપીસીઆર ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા હતા અને જ્યાં સુધી રિઝલ્ટ ન આવે ત્યાં સુધી હોટેલમાં ક્વોરન્ટાઈન રહેવા જણાવ્યું છે.

 

મહામારીનો મહાભરડો / દુનિયામાં કોરોનાએ મચાવ્યો કેર, કુલ કેસનાં આંકમાં ઝડપથી થઇ રહ્યો છે વધારો

જ્યારે આ અંગે વધુમાં મનપાના આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર મુસાફરોએ ટેસ્ટ કરાવવા માટે ખાનગી લેબમાં જવાનો ઈનકાર કરી રહ્યા હતા અને એરપોર્ટ પર પહેલાથી તેમને જાણ કરાઈ ન હતી એટલે ટેસ્ટ નહિ કરાવે તેવું કહેતા એરપોર્ટે જાણ કરી હતી. છેક સુધી પૈસા નહીં ચૂકવે તેવું કહ્યું હતું જેથી સરકારી હોસ્પિટલમાં સેમ્પલ લેવાયા હતા.

ટેસ્ટ વિના દિલ્હીથી રાજકોટ આવેલા 12 યાત્રિકે ધમાલ કરી.

બોલિવૂડમાં કોરોના વિસ્ફોટ / બોલિવૂડ એકટ્રેસ આલિયા ભટ્ટ કોરોના પોઝિટિવ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…