Gujarat News: દેશભરમાં આજે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. જન્માષ્ટમી તહેવાર પર આજે ગુજરાતના પ્રખ્યાત કૃષ્ણ મંદિર એવા દ્વારકા અને ડાકોરમાં ભવ્ય ઉત્સવ થશે. જ્યારે દેશમાં મથુરા, વૃન્દાવન, શામળાજીમાં પણ ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે અમદાવાદમાં આવલે પ્રખ્યાત કૃષ્ણ મંદિર ઇસ્કોન અને ભાડજના હરેકૃષ્ણ મંદિરમાં કૃષ્ણમહોત્સવની ઉજવણી કરવા જનમેદનીની હેલી ચઢી છે.

આજે શ્રાવણ માસનો ચોથા સોમવારની સાથે જન્માષ્ટમીનો અદ્ભૂત સંયોગ રચાયો છે. ભગવાન શિવની આરાધના સાથે કૃષ્ણની ભક્તિના ઉલ્લાસમાં મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. આજે દેશભરના કૃષ્ણમંદિરમાં ફૂલો અને રોશનીથી ઝગમગાટ થશે. દેશના દરેક કૃષ્ણમંદિરો આજે ગોપીમય બની ઉત્સાહના હિંડોળે ઝૂલશે. રાજ્યમાં આજે અનેક સ્થાનો પર વરસાદનું જોર જોવા મળ્યું. છતાં વરસાદને વિઘ્ન ના સમજી આર્શીવાદ માનતા વહેલી સવારથી કૃષ્ણ મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો.

દ્વારકા મંદિર એવા જગત મંદિરમાં ભગવાનના દર્શનની એક ઝલક નિહાળવા લાંબી લાઈનો જોવા મળી. દ્વારકા મંદિરમાં વહાલાના વધામણાં કરવા લાંબી લાઈનો લાગી છે. ગુજરાતના ભક્તો ઉપરાંત રાજ્ય બહારથી પણ લોકો દર્શન કરવા આવી રહ્યા છે. મહેસાણા, વડોદરા, સોનગઢ અને મહારાષ્ટ્ર ઉપરાંત દૂર-દૂરથી ભક્તો દર્શન કરવા લાંબી લાઈન હોવા છતાં પણ હર્ષ ઉલ્લાસથી મંદિરે પંહોચ્યા છે. નાગરિકોની સુવિધા મળે માટે વહીવટીતંત્ર દ્વારા સુઆયોજીત વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને મહિલાઓ, દિવ્યાંગો અને સીનીયર સીટીઝનને કૃષ્ણ દર્શનનો લહાવો મળે માટે She Teamને વ્યવસ્થા સોંપવામાં આવી છે.
![]()
આજે દુનિયાને ગીતાનો સંદેશ આપનાર ભગવાન કૃષ્ણના જન્મનો ઉત્સવ મનાવવામાં આવે છે. માતા દેવકીના કુખે મધરાતે જેલમાં જન્મ લેનાર ભગવાન કૃષ્ણના જીવનના તમામ અધ્યાય દુનિયાના લોકોને જીવન કેવી રીતે જીવવું તે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. શ્રીકૃષ્ણ ગુજરાતની દ્વારકા નગરીમાં રહ્યા હોવાનું આપણા પુસ્તકો કહે છે. આથી જ દ્વારકા મંદિરને આજે જન્માષ્ટમના અવસર પર ખાસ રીતે સુશોભિત કરવામાં આવે છે. દ્વારકા મંદિરમાં કૃષ્ણના દર્શન કરવા ભક્તોમાં ભારે થનગનાટ જોવા મળ્યો. દ્વારકામાં મોટી સંખ્યામા માનવ મહેરામણ તેમના અતિપ્રય એવા શ્રીકષ્ણના દર્શન કરવા ઉમટી પડ્યા. આજે દ્વારકા નગરી દુલ્હનની જેમ સુશોભિત થઈ છે.

વરસાદ છતાં દ્રારકામાં જન્માષ્ટમીને લઇને લોકોનો ભારે ધસારો જોવા મળ્યો. આજે જન્માષ્ટમી પર શારદા મઠના મહારાજે હિંદુઓને લઈને નિવેદન આપ્યું. શ્રી નારાયણ નંદ જી મહારાજએ બગ્લાદેશમાં હિન્દુઓને લઇને નિવેદન આપ્યું. શ્રી નારાયણ નંદ મહારાજએ કહ્યું કે બાંગ્લાદેશમાં હિંદુઓ મુશ્કેલીમાં છે. શ્રી નારાયણ નંદ જી મહારાજએ કહ્યું કે ભગવાન કૃષ્ણનો જન્મ લોકોને ખુશ કરવા તેમજ અસત્યનો નાશ કરવા થયો હતો. ગીતામાં કહ્યું છે તેમ દરેકમાં ભગવાન છે. ભગવાન કૃષ્ણ ભક્તો અને મનુષ્યો ઉપરાંત તમામ જીવજંતુ અને પશુ-પક્ષી તમામ પર કરૂણા દાખવે છે. શ્રીકૃષ્ણ દરેકને પ્રેમ કરે છે. સનાતન ધર્મ ત્યારે જ સાર્થક થાય છે જ્યારે લોકો એકબીજાના સુઃખ અને દુઃખમાં સહભાગી બને. લોકોએ એકબીજા પર દ્વેષરાખ્યા વગર પોતાનું કર્મ કરવું જોઈએ. જેમ આકાશ, પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિ એકસાથે મળીને પોતાના ઉચિત કાર્ય કરે છે તેમ લોકોએ પણ એકસાથે મળી સારાકાર્યોમાં સાથ આપવો જોઈએ. મહિલાઓ પર અત્યારના સમયમાં અત્યાચારો વધ્યા છે. ભગવાન કહે છે કે સમાજના અભિન્ન અંગ એવા બાળકો, મહિલાઓ અને વૃદ્ધો પર દયભાવ રાખવો જોઈએ.
આ પણ વાંચો:દ્વારકાધીશ મંદિરમાં કૃષ્ણ ભક્તોને લઈ મહત્વના સમાચાર, જાણો જન્માષ્ટમીને લઈ મહત્વનું અપડેટ
આ પણ વાંચો:જન્માષ્ટમી પર બનાવો સ્વાદિષ્ટ વાનગી ગોપાલકલા
આ પણ વાંચો:દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું મથુરા-વૃંદાવન, જન્માષ્ટમી પર્વની શરૂ થઈ ઉજવણી
