Ahmedabad/ રથયાત્રાના દિવસે અમદાવાદમાં થશે અમી છાંટણા, હળવા વરસાદની આગાહી

અમદાવાદમાં રથયાત્રાની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આગામી 7 જુલાઈના રોજ રથયાત્રાની ઉલ્લાસભેર ઉજવણી કરાશે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 07 03T160101.389 રથયાત્રાના દિવસે અમદાવાદમાં થશે અમી છાંટણા, હળવા વરસાદની આગાહી

Ahmedabad News: અમદાવાદમાં રથયાત્રાની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આગામી 7 જુલાઈના રોજ રથયાત્રાની ઉલ્લાસભેર ઉજવણી કરાશે. હાલમાં રથયાત્રાની ઉજવણીને લઈને શહેરના જગન્નાથ મંદિરમાં પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે. આ દિવસે મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધનીય છે કે રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા કરવા નીકળે છે. રથયાત્રાના દિવસે સામાન્ય રીતે વરસાદ જોવા મળે છે. આ વર્ષે ચોમાસની સારી શરૂઆત થઈ છે. અનેક સ્થાનો પર ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો. ત્યારે રથયાત્રાના દિવસોમાં પણ વરસાદનું જોર રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ વરસાદ જોવા મળશે. 1 જુન થી 3 જુલાઈ સુધી સરેરાશ કરતા 7 ટકા વધુ વરસાદ થયો. અત્યાર સુધીમાં 5.76 ઇંચ વરસાદ નોંધાયો. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

રથયાત્રાની ઉજવણી પૂર્વે પણ રાજ્યમાં અનેક સ્થાનો પર હળવાથી લઈને ભારે વરસાદ રહેશે. આજે સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ જોવા મળશે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે. આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદ જોવા મળી શકે. ભારે વરસાદને પગલે આગામી પાંચ દિવસ માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?

આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે

આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી