Rain/ નવા વર્ષના પહેલા દિવસે જ આવ્યા માવઠાનાં માઠા સમાચાર

નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે.. ત્યારે આ વર્ષે હવામાન દ્વારા અનેક વાર માવઠા પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે…ત્યારે આ વર્ષે શું રહેશે માવઠાની માયાજાળ જોઈએ આ અહેવાલમાં….

Top Stories Gujarat Others
mavthu નવા વર્ષના પહેલા દિવસે જ આવ્યા માવઠાનાં માઠા સમાચાર

નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે.. ત્યારે આ વર્ષે હવામાન દ્વારા અનેક વાર માવઠા પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે…ત્યારે આ વર્ષે શું રહેશે માવઠાની માયાજાળ જોઈએ આ અહેવાલમાં….

 જાન્યુઆરી-2021ના નવા વર્ષની શરૂઆતમાં ઠંડી નો ચમકારો, કમોસમી વરસાદ અને હિમ પડવાના યોગો દેશના કેટલાક ભાગોમાં છે. દિલ્હી, પૂના, ગુજરાત, હરિયાણા, પંજાબ, હિમાચલપ્રદેશ, યુપી, કાશ્મીર, આસામ, બંગાળ વગેરે સ્થળોએ કમોસમી વરસાદ પડી શકે છે.

બદલાતા હવામાનની અસર દક્ષિણ ગુજરાતના,સૌરાષ્ટ્રમાં પણ થઈ શકે. માવઠાના લીધે જીરાના પાકમાં અસર થઈ શકે છે. તેમજ હિમ વરસાદના કારણે રવિ પાકમાં પણ નુકશાન થવાની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. પૂર્વીય ગુજરાતના ભાગો, સાબરકાંઠા, બનાસકાંઠાના ભાગોમાં અને રાજ્યના અન્ય ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ ઉત્તરાયણ પૂર્વે 10 જાન્યુઆરીથી ઠંડી સાથે હવામાનમાં પલટો આવી શકે છે..

 દક્ષિણ ગુજરાત ,સૌરાષ્ટ્રમાં પલટાની આગાહી
જીરાના પાકમાં થશે અસર
હિમ વર્ષાના કારણે રવિ પાકમાં નુકસાનની ભીતી
10 જાન્યુ.થી ઠંડી સાથે હવામાનમાં પલટો

ફેબ્રુઆરીની શરૂઆતમાં કાતિલ ઠંડી પડી શકે છે. બનાસકાંઠાના દાંતીવાડા, કચ્છ-નલિયાના ભાગોમાં ન્યુનતમ તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયશથી પણ નીચું જઈ શકે. 2021માં અનેક વાર માવઠાની આગાહી હવામાન દ્વારા કરવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…